Western Times News

Gujarati News

અમદાવાદ પોલીસે FIR નોંધવા વિશેષ એપ્લિકેશન બનાવી

અમદાવાદ શહેર પોલીસે ફરિયાદ FIR નોંધવા માટે ખાસ ‘તીવ્ર’ નામની મોબાઈલ એપ્લિકેશન બનાવી છે. જેથી હવે પોલીસે ફરિયાદ નોંધતી વખતે લખાણની લપ નહીં થાય. તેમજ ફરિયાદીનો પણ સમય બચી જશે. સામાન્ય અકસ્માત, મોટર વ્હીકલ એક્ટ સહિતના ગુનના કેસમાં ફરિયાદી અને આરોપીનું નામ લખતા જ ફરિયાદ તૈયાર થઈ જશે. સૌથી રસપ્રદ વાત એ છે કે, પોલીસ બોલશે અને તેમના મોબાઈલ ફોનમાં ફરિયાદ નોંધાઈ જશે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટીયાના જણાવ્યાનુસાર અમદાવાદ શહેર પોલીસે ખાસ મોબાઈલ સોફ્ટવેયર એપ્લિકેશન તૈયાર કરી છે. તીવ્ર નામની મોબાઈલ એપ્લિકેશનથી ઝડપથી મોબાઈલમાં ફરિયાદ નોંધાઈ જશે. શહેરના દરેક પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધવાની સત્તા ધરાવતા પોલીસકર્મીઓને તીવ્ર એપ્લિકેશનની ટ્રેનિંગ આપી દેવામાં આવી છે. તીવ્ર મોબાઈલ એપ્લિકેશનથી મોબાઈલ ફોન પર સામાન્ય ગુનાની ફરિયાદ નોંધીને પંચનામું અને ચાર્જશીટની કાર્યવાહી થઈ શકશે.

‘તીવ્ર’ મોબાઈલ એપ્લિકેશનથી કઈ રીતે નોંધી શકાશે ફરિયાદ ?
• આ એપ્લિકેશનથી પોલીસ ઝડપથી મોબાઈલ ફોનમાં ફરિયાદ નોંધી લેશે.
• FIR નોંધવાથી માંડીને પંચનામું, ચાર્જશીટ કરવા સુધીની કામગીરી આ એપ્લિકેશનના માધ્યમથી થઈ જશે.
• આ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે પોલીસકર્મીએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
• એડમિન પેનલના ઉચ્ચ અધિકારીઓ પણ આ એપ્લિકેશનના ઉપયોગ પર નજર રાખી શકશે.
• ફરિયાદી અને આરોપીનું નામ લખતા જ ફરિયાદ તૈયાર થઈ જશે.
• સૌથા મહત્વની બાબત એ છે કે, પોલીસ બોલશે અને મોબાઈલમાં FIR નોંધાઈ જશે.
• તીવ્ર એપ્લિકેશનમાં સામાન્ય ગુનાની FIR અને ચાર્જશીટ મોબાઈલમાં અપલોડ થશે.
• FIRમાં ફોરમેટ મહદઅંશે સરખું રહેતું હોય તે તીવ્ર એપ્લિકેશનથી નોંધવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.