અમદાવાદ ફાયરબ્રિગડે દ્વારા ફ્યુમીગેશન કરવામાં આવ્યું
અમદાવાદ, સમગ્ર વિશ્વને ઝપેટામાં લેનારા કોરોના વાયરસના પગલે ગુજરાતમાં તંત્ર સાબદુ બન્યુ છે. અમદાવાદમાં પણ ફાયરબિગ્રેડ દ્વારા સતત ફ્યુમિગેશનની પ્રક્રિયા ચાલી રહી છે. રવિવારના દિવસે મ્યુ. કમિશ્નર વિજય નહેરાએ જાતે જ ઉભા રહીને કેટલાંક વિસ્તારોમાં ફ્યુમિગેશનની પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યુ હતું. શહેરમાં દરરોજ જૂદા જૂદા વિસ્તારમાં દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ડોકટરો, નર્સેો અને પોલિસની સરાહનીય કામગીરીની જેમ જ ફાયર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સતત કામ કરી રહ્યા છે.