Western Times News

Gujarati News

અમદાવાદ-બોટાદ રેલ્વે લાઈન ક્રોસિંગ પર વાહન વ્યવહાર બંધ રહેશે

પ્રતિકાત્મક

અમદાવાદ શહેરમાં રેલ વિકાસ નિગમ દ્વારા અમદાવાદ શહેરથી બોટાદ ખાતે મીટરગેજ લાઈનમાંથી ફેરબદલી કરી બ્રોડગેજ લાઇન નવી નાખવાનું કામકાજ કરવામાં આવનાર છે.

જે કામકાજ દરમિયાન રેલવે લાઈનની વચ્ચે આવનાર રેલવે ફાટક ઉપર TTM મશીન દ્વારા જે તે રેલ્વે ક્રોસીંગ થી 50-50 મીટર બંને બાજુ રેલવેના પાટામાં પેકિંગ તથા લેવલીંગનું કામકાજ રાત્રિના 23/૦૦થી બીજા દિવસ સવારના 10 વાગ્યા સુધી નીચે જણાવ્યા પ્રમાણેના રેલવે ક્રોસિંગ ઉપર થનાર છે.

જેથી રાત્રિના 23/૦૦થી બીજા દિવસ સવારના ૧૦ વાગ્યા સુધી નીચે દર્શાવ્યા પ્રમાણેના રેલવે ફાટક વાહન વ્યવહાર માટે સદંતર બંધ રહેનાર છે તેથી વાહનચાલકોએ આ માર્ગનો ઉપયોગ નહીં કરતા અન્ય વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો તેમ પોલીસ કમિશનર શ્રી – ટ્રાફિક (અમદાવાદ) શહેર તરફથી જણાવવામાં આવ્યું છે.

રેલ્વે ફાટક બંધ રહેવાનો સમયગાળો રેલ્વે ફાટક બંધ રહેવાની તારીખ

⦁ L. C NO – ૮ પ્રગતિનગર રાત્રિના 23/૦૦થી બીજા દિવસ સવારના 10 વાગ્યા સુધી ૧૬/૦૯/૨૦૨૧
⦁ L. C NO – ૯ વિજયનગર રાત્રિના 23/૦૦થી બીજા દિવસ સવારના 10 વાગ્યા સુધી ૧૮/૦૯/૨૦૨૧
⦁ L. C NO – ૧૦ નારણપુરા રાત્રિના 23/૦૦થી બીજા દિવસ સવારના 10 વાગ્યા સુધી ૨૦/૦૯/૨૦૨૧
⦁ L. C NO – ૧૪ નવરંગપુરા રાત્રિના 23/૦૦થી બીજા દિવસ સવારના 10 વાગ્યા સુધી ૨૨/૦૯/૨૦૨૧
⦁ L. C NO – ૨૧ બુટભવાની રાત્રિના 23/૦૦થી બીજા દિવસ સવારના 10 વાગ્યા સુધી ૨૪ /૦૯/૨૦૨૧
⦁ L. C NO – ૨૮ સરખેજ રાત્રિના 23/૦૦થી બીજા દિવસ સવારના 10 વાગ્યા સુધી ૨૬/૦૯/૨૦૨૧


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.