Western Times News

Gujarati News

અમદાવાદ બ્લાસ્ટ કેસના દોષિતોને ૧૮ ફેબ્રુઆરીએ સજા મળશે

અમદાવાદ, અમદાવાદ ૨૦૦૮ બ્લાસ્ટના દોષિતોને ૧૮ તારીખે સજાનું એલાન કરવામાં આવશે. કોર્ટ ૧૮ ફેબ્રુઆરીએ દોષિતોને સજા સંભળાવશે. વર્ષ ૨૦૦૮ સિરિયલ બ્લાસ્ટ કેસમાં દોષિતોને સજાના મુદ્દે તમામ પક્ષે સુનાવણી પૂર્ણ થઇ છે.

પ્રોસીક્યુશન તરફથી દોષિતોને ફાંસીની સજાની માંગણી કરાઈ છે..જ્યારે બચાવ પક્ષ તરફથી લઘુત્તમ સજાની માગણી કરાઈ છે. ૧૮ ફેબ્રુઆરીના રોજ વિશેષ અદાલત સજાનું એલાન કરશે. મહત્વનું છે કે આ કેસમાં ૭૭ આરોપીઓ હતા. જેમાંથી ૨૮ને કોર્ટે નિર્દોષ છોડ્યા છે. જ્યારે બ્લાસ્ટ કેસમાં હજુ ૮ આરોપીઓ પોલીસ પકડથી દૂર છેઅને માસ્ટમાઈન્ડ ભટકલ બંધુઓ સામે ટ્રાયલ બાકી છે..આ ભટકલ બંધુઓ સીમી સંગઠનના આતંકીઓ છે.

નોંધનીય છે કે, ૨૬ જુલાઈ ૨૦૦૮નો શનિવારના દિવસે સાંજના ૬.૩૦થી ૮.૧૦ કલાક દરમિયાન સમગ્ર અમદાવાદ બોમ્બ બ્લાસ્ટથી ધ્રુજી ઉઠ્‌યું હતુ.

શહેરમાં એક બાદ એક ૭૦ મિનીટમાં ૨૦ સ્થળોએ બ્લાસ્ટ થયા હતા. આ ઘટનામાં ૫૬ લોકોનાં મૃત્યુ અને ૨૪૦ લોકોને ઈજા થઈ હતી. આ કેસમાં ૭૭ આરોપીઓ સામે ખાસ અદાલતમાં ૧૪ વર્ષ સુધી કેસ ચલાવવામાં આવ્યો અને આ કેસની સુનાવણી દરમિયાન ૭ જેટલા જજ બદલાઈ ગયા છે.

આ કેસમાં ૧૧૬૩ સાક્ષીઓની જુબાની પણ લેવામાં આવી અને આરોપીઓ સામે ૫૨૧ ચાર્જશીટ થઈ છે.મહત્વનું છે કે, અમદાવાદને લોહી લુહાણ કરનાર આતંકીઓ સામે કોર્ટ ચુકાદો આપી દીધો છે. ૨૦૦૮ અમદાવાદ શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કેસમાં કોર્ટ ૪૯ આરોપીઓને દોષિત જાહેર કર્યા છે.

જ્યારે ૨૮ આરોપીઓ સામે કોઈ પૂરાવા ના મળતા કોર્ટે તેઓને છોડી મુક્યા છે. આતો વાત હતી કોર્ટની અત્યાર સુધીની કાર્યવાહીની. પરંતુ હવે ફરી એક વખત નજર કરીશું એ કાળા દિવસ પર, જ્યારે સમગ્ર અમદાવાદમાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા હતા. અને બ્લાસ્ટ થતાં જ અમદાવાદનો આખો નક્શો જાણે બદલાઈ ગયો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.