અમદાવાદ-ભાવનગરમાંથી બોગસ બીલિગ ઝડપાયું,બે આરોપીઓની ધરપકડ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/12/income-tax.jpg)
ભાવનગર, ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી આઇટીના દરોડા ચાલી રહ્યા છે તે સમાચાર ચાલી રહ્યા છે ત્યારે જીએસટી ટીમે પણ સફાયો બોલાવ્યો છે. જીએસટી ટીમે ભાવનગર અને અમદાવાદમાં દરોડા પાડ્યા છે. આ દરોડામાં હાલ તપાસ ચાલી રહી છે.
જીએસટી ટીમે ભાવનગર અને અમદાવાદમાં દરોડા પાડ્યા છે. હાલ ૫૭ કંપનીનું બોગસ બીલિંગ ઝડપાયું છે. આ બીલિંગ ભાવનગર અને અમદાવાદમાંથી પકડાયું છે. બોગસ બીલિંગમાં બે આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદમાં ૧૬ પેઢીના ૩૭ સ્થળો પર તપાસ ચાલુ છે. અનેક બોગસ બીલિગના દસ્તાવેજાે પ્રાપ્ત થયા છે. ૧૧૨૮ કરોડના બોગસ બીલ બનાવાયા છે જેના આધારે કોંભાડ આચર્યું હતું.
જીએસટી દરોડામાં જાણવા મળ્યું છે કે ગુનેગારોએ ૧૯૧ કરોડની ટેક્સ ડ્યુટી મેળવી હતી ,જેના પગલે ટીમે ઉસ્માનગની જન્નતી અને ભાવેશ પંડયાની ધરપકડ કરી છે. જયારે બોગસ બિલીંગ સામે કોઇ હેરફેર કરાતી ન હતી. હજી પણ તપાસ કાર્યરત છે.HS