Western Times News

Gujarati News

અમદાવાદ મંડળ ખાતે ડો. ભીમરાવ આંબેડકરની 13મી જન્મજયંતીના કાર્યક્રમનું આયોજન

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે બાબાસાહેબ ડૉ.ભીમરાવ આંબેડકરની 131મી જન્મજયંતીની ઉજવણી ઉત્સાહભેર કરી. આ પ્રસંગે મંડળ રેલ મેનેજમેન્જની ઓફિસમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆતમાં મંડળના રેલવે મેનેજર શ્રી તરુણ જૈને બાબાસાહેબની તસવીરને હાર પહેરાવી દીપ પ્રાગટ્ય કર્યું.

મંડળના રેલ મેનેજર શ્રી જૈને જણાવ્યું કે બંધારણમાં સમાનતા ન્યાય અને બંધુત્વની વ્યાખ્યા જે બાબાસાહેબે આપી છે તેના જ પરિણામે દુનિયાની સૌથી મોટી લોકશાહી રૂપે ભારત દેશ આગળ વધી રહ્યો છે. જ્યારે બાબાસાહેબનો જન્મ થયો ત્યારે દેશમાં છૂત-અછૂત અને જાતિવાદ ખૂબ વધારે હતો,

પણ તેમણે હાર માન્યા વિના જીવનમાં સંઘર્ષનો માર્ગ અપનાવ્યો. આ જ કારણસર જ્યારે પણ સમાજમાં સાવ છેલ્લી હરોળમાં ઊભેલા માણસની વાત થાય ત્યારે બાબાસહેબનું નામ સૌપ્રથમ લેવામાં આવે છે. એમણે કહ્યું હતું કે આપણે સૌપ્રથમ ભારતીય છે, આ બાબતને આપણા જીવનનો ભાગ બનાવી કાર્ય કરીશું તો ચોક્કસપણે સફળતા મળશે.

આ પ્રસંગે મંડળની ઓફિસના તમામ અધિકારીઓ, કર્મચારીઓ તેમ જ માન્યતા ધરાવતા ટ્રેડ યુનિયન તથા એસોસિએશનના પદાધિકારીઓએ પણ વારાફરતી બાબાસાહેબને શ્રદ્ધાસુમન અર્પિત કર્યા અને તેમના જીવન અંગે પોતપોતાના વિચારો વ્યક્ત કર્યા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.