અમદાવાદ મંડળ દ્વારા કોરોના વાયરસના ચેપથી બચાવવા માટે રેલ્વે કર્મચારીઓને આયુર્વેદિક દવાઓનું વિતરણ
અમદાવાદ, પશ્ચિમ રેલ્વે દ્વારા કોરોના વાયરસ (કોવિડ -19) ના ચેપને રોકવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મંડળ રેલ પ્રબંધક શ્રી દિપકકુમાર ઝા એ માહિતી આપી હતી કે, મંડળનાં કાર્યરત ડોકટરોની સલાહ લીધા પછી ભારત સરકારના આયુષ મંત્રાલયે જારી કરેલી સૂચના મુજબ કોરોના વાયરસ ચેપ સામે કર્મચારીઓની પ્રતિ રક્ષા વધારવા માટે ડીઆરએમ બેનેવોલેટ ફંડ દ્વારા આયુર્વેદિક (સુદર્શનનો ઉકાળો અને સંશમની વટી) દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી શ્રી સુનિલવિશ્નોઇ અને વેલફેયર ટીમના સહયોગથી મંડળનાં 17000 રેલ્વે કર્મચારીઓને સુદર્શનનો ઉકાળો અને સંશમની વટી આપવામાં આવી હતી.