અમદાવાદ મંડળ પર “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” નો શુભારંભ
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” ની તરફ વધતાં પગલાંને અનુલક્ષીને આજે તારીખ 15 જૂન 2022 થી ડિવિઝનના ન્યુ રેલવે કોલોની સાબરમતી, કોમ્યુનિટી હોલ ખાતે શુભારંભ થયું. જેમાં 150 થી વધુ રેલવે કર્મચારીઓ દ્વારા યોગાભ્યાસ કરવામાં આવ્યો.
કાર્યક્રમ દરમિયાન યોગ ગુરૂ દ્વારા યોગના વિવિધ યોગાસનોનું નિર્દેશન કરવામાં આવ્યું અને વર્તમાન સમયની દોડભાગ ટેન્શનપૂર્ણ જિંદગીમાં યોગ ના ઉપયોગ અને મહત્ત્વ સમજાવવામાં આવ્યા.
મંડળ રેલવે પ્રવક્તા અમદાવાદ એ માહિતી આપતાં જણાવ્યું કે યોગ અમારા ફિટનેસ ના ગુરૂ છે તેમજ અમારા શરીસ અને મસ્તક માં સમાયોજન સ્થાપિત કરે છે. આપણે પ્રત્યેક દિવસે યોગાભ્યાસ કરવો જોઈએ, જેનાથી અમારુ મન શાંત થાય છે અને એ આજ ની વ્યસ્ત જીવન શૈલી માં ઘણું આવશ્યક છે.
યોગને નિયમીતરૂપે આપણા જીવનમાં અપનાવીને આપણા શરીરને ફીટ અને સ્વસ્થ જીવન જીવન શકાય છે. સહાયક કાર્મિક અધિકારી શ્રી વૈભવ ગુપ્તા અને વેલફેર ટીમ દ્વારા કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું.