અમદાવાદ મંડળ પર મંડળ રેલ્વે ગ્રાહક સલાહકાર સમિતિ (DRUCC) ની ચોથી બેઠકનું આયોજન
શરૂઆતમાં આ સમિતિના સચિવ અને વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી રવિન્દ્ર શ્રીવાસ્તવે બેઠકમાં ઉપસ્થિત તમામ સભ્યોનું સ્વાગત કર્યું. આ બેઠકમાં ઉપસ્થિત સભ્યોએ તેમના વિસ્તારને લગતી મુસાફરોની સુવિધા વધારવા, સમસ્યાઓનું ઝડપથી નિરાકરણ લાવવા અને તેમની માંગણીઓ અંગે સકારાત્મક ચર્ચા કરી હતી.
સમિતિના અધ્યક્ષ અને મંડળ રેલ પ્રબંધક શ્રી દિપકકુમાર ઝાએ અમદાવાદ મંડળની પ્રવૃત્તિઓ વિશે માહિતગાર કર્યા હતા. તેમણે માનનીય સભ્યોને ખાતરી આપી હતી કે મુસાફરોની સુવિધાઓનો વિકાસ એ અમદાવાદ મંડળની અગ્રતા છે. આ માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આગામી કેટલાક વર્ષોમાં આ સુવિધાઓ મંડળ પર જોવા મળશે. મંડળ દ્વારા યોગ્ય કાર્યવાહી કરીને તેમની માંગણીઓનું નિરાકરણ કરવામાં આવશે.
આ દરમિયાન ડીઆરએમ શ્રી ઝાએ બેઠકમાં ઉપસ્થિત સભ્યોને જણાવ્યું હતું કે, શ્રમિક એક્સપ્રેસ ટ્રેનોમાંથી મોટાભાગની ટ્રેનો ગુજરાતથી દોડી હતી, લોકડાઉન શરૂ થયા પછી, 70% પેસેન્જર ટ્રેનો સ્પેશિયલ ટ્રેનો તરીકે દોડાવવામાં આવી રહી છે અને કિસાન રેલ પણ ચલાવવામાં આવી શકે છે. આજની બેઠકમાં ઝેડઆરયુસીસીના સભ્યની નામાંકન તમામ સભ્યો દ્વારા કરવામાં આવી હતી જેમાં અશ્વિન ભાઈ બેંકર બિનહરીફ ચૂંટાયા હતા.
આ મીટીંગમાં શ્રી અંબાલાલ રંગવાણી, શ્રી અશ્વિનભાઈ બેંકર, શ્રી બાબુભાઈ ચૌધરી, શ્રી ભૂપેન્દ્ર ઠાકોર, શ્રી વિષ્ણુકાંત આઈ. નાયક, શ્રી જગદીશ કે. નાહટા, શ્રી કલ્પેશકુમાર પટેલ, શ્રીમતી મંજુલા ભારદ્વાજ, શ્રી પારસ્મલ નાહટા, ડો.દાજાભાઈ પટેલ, શ્રી માંજીભાઈ આહિર, શ્રી દેવજીભાઈ પટેલ, શ્રી પ્રયાગ જે. બારોટ,
શ્રી દર્શન પાઠક, શ્રી દિપક પટેલ, શ્રી ગિરીશભાઇ રાજગોર, શ્રી હિતેન્દ્રભાઇ પટેલ, શ્રી જયેન્દ્રસિંહ વાઘેલા, શ્રી જીતેન્દ્રકુમાર પ્રજાપતિ, શ્રી કેતન બી.પટેલ, શ્રી રમેશભાઇ દેસાઇ, શ્રી આર.પી. શર્મા, શ્રી સંજય લેઉવા, શ્રી શૈલેષ કે ચૌધરી, શ્રી સુરેશ ભાઈ પટેલ, શ્રી વિજય પંડ્યા, શ્રી વિક્રમસિંહ જી ઠાકોર, ડો.સુખા જી ઠાકોર, સુરેશભાઈ ચુન્નીભાઈ પટેલ અને અમદાવાદ મંડળ ના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મીટિંગના અંતે મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી સુનિલકુમાર ગુપ્તાએ મીટીંગમાં ભાગ લેવા અને અમૂલ્ય સૂચનો આપવા બદલ સૌનો આભાર માન્યો હતો. સહાયક વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ ત્રિપાઠીએ બેઠકનું સફળ સંચાલન કર્યું હતું.