અમદાવાદ મંડળ પર ” સ્વચ્છતા પખવાડિયા” હેઠળ સ્વચ્છતા અભિયાન સતત કાર્યરત
પશ્ચિમ રેલવે ના મંડળ પર સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા અભિયાન મોટા પાયે સતત ચાલી રહ્યું છે. મંડળ પર 16 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2021 સુધી સ્વચ્છતા પખવાડિયા ની ઉજવણી કરવામાં આવી રહી છે. દરરોજ અલગ અલગ થીમ પર સાફ સફાઈ કરવામાં આવી રહી છે.
આ ક્રમમાં, 20 અને 21 સપ્ટેમ્બરે “સ્વચ્છ ટ્રેક” ની થીમ પર અને 22 સપ્ટેમ્બર 2021 ના રોજ “સ્વચ્છ પરિસર” ની થીમ પર, રેલવે ટ્રેક, રેલવે પરિસર અને રેલવે કોલોનીમાં વ્યાપક પ્રમાણમાં સાફ સફાઈ કરવામાં આવી રહી છે.
મંડળના અમદાવાદ, સાબરમતી, કાંકરિયા, વટવા, ગાંધીધામ, ભુજ, ધાંગધ્રા, માલીયા-મિયાણા, વિરમગામ, મહેસાણા, પાલનપુર, કલોલ અને હિંમતનગર રેલવે કોલોનીઓમાં સાફ સફાઈ કરવામાં આવી હતી, ડ્રેનેજની પણ સફાઈ કરવામાં આવી તેમજ એન્ટિ-લાર્વા સ્પ્રે કરવામાં આવ્યું હતું.
આ સાથે રેલવે કોલોનીમાં જંતુનાશક સ્પ્રે નો છંટકાવ અને ફોગીંગ કરવામાં આવ્યું હતું અને સ્વચ્છતા જાગૃતિને પ્રોત્સાહન આપવા બેનરો પણ લગાવવામાં આવ્યા હતા. રેલવેની 7 વસાહતોમાં, 118 લોકોએ શ્રમદાન કરીને સ્વચ્છતા અભિયાનમાં પોતાનું યોગદાન આપ્યું.
પાલનપુર, અમદાવાદ અને સાબરમતી રેલવે કોલોનીના રેલવે કર્મચારીઓના પરિવારોને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા અને પાણીની ગુણવત્તા ચકાસવા માટે પાણીના નમૂના પણ લેવામાં આવ્યા હતા.