Western Times News

Gujarati News

અમદાવાદ મંડળ પર હર્ષોલ્લાસની સાથે ઉજવવામાં આવ્યો ૭૩મો પ્રજાસત્તાક દિવસ

અમદાવાદ, પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર ૭૩મો પ્રજાસત્તાક દિવસ ૨૬મી જાન્યુઆરી, ૨૦૨૨ એ હર્ષોલ્લાસની સાથે ઉજવવામાં આવ્યો.
આ પ્રસંગ પર અમદાવાદ મંડળના તમામ સ્ટેશનો, ઓફિસો, વર્કશોપ, દવાખાનાઓ, ડીઝલ શેડો ખાતે ત્યાંનાં પ્રમુખઓ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું.

અમદાવાદ મંડળનો મુખ્ય કાર્યક્રમ અમદાવાદ મંડળના સ્પોર્ટ્‌સ ગ્રાઉન્ડ સાબરમતી ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો, જ્યાં મંડળ રેલ પ્રબંધક અમદાવાદ તરુણ જૈન દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. આ ઉપરાંત જૈન દ્વારા રેલવે સુરક્ષા દળ, સિવિલ ડિફેન્સ અને ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ દ્વારા આયોજિત પરેડનું વરિષ્ઠ વિભાગીય સુરક્ષા કમિશનરેટના નેતૃત્વમાં નિરીક્ષણ કરવામાં આવ્યું.

પરેડ નિરીક્ષણ પછી મંડળ રેલ પ્રબંધક તરૂણ જૈન દ્વારા જનરલ મેનેજર પશ્ચિમ રેલ્વેનો પ્રજાસત્તાક દિવસના સંદેશનું વાંચન કરવામાં આવ્યું. સંદેશ વાંચન કરતી વખતે મંડળ રેલ્વે પ્રબંધક જૈને જણાવ્યું કે આજે આપણે આપણા પ્રિય રાષ્ટ્રનો ૭૩મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યા છીએ.

આ શુભ અવસર પર, હું તમામ રેલ્વે કર્મચારીઓ અને તેમના પરિવારોને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. આ દિવસ આપણને આપણા દેશ પ્રત્યેની ફરજાે અને પ્રતિબદ્ધતાની યાદ અપાવે છે. જનરલ મેનેજર પશ્ચિમ રેલ્વેના પ્રજાસત્તાક દિવસના સંદેશ વાંચનમાં પશ્ચિમ રેલવેની સિદ્ધિઓની વિગતો રજૂ કરવામાં આવી.

ત્યાર બાદ આર્ટ એન્ડ કલ્ચરલ એસોસિએશન દ્વારા દેશભક્તિનો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો સાથે, સાથે અનેક રંગારંગ દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. મંડળ રેલ પ્રબંધક જૈન દ્વારા પોતપોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ૪૦ કર્મચારીઓને મેડલ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા.

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંસ્થા અમદાવાદ મંડળના પ્રમુખ શ્રીમતી ગીતિકા જૈન દ્વારા રેલવે પરિવારના સભ્યોને ઘર વપરાશની સામગ્રીનું વિતરણ કર્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.