Western Times News

Gujarati News

અમદાવાદ મંડળ રેલ કર્મચારીઓના  પરિવારની મહિલાઓ માટે હેલ્થ કેમ્પનું આયોજન

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠનના પ્રમુખ શ્રીમતી ગીતિકા જૈનની આગેવાની હેઠળ મંડળના વિવિધ સ્થળો પર મહિલા કર્મચારીઓ અને રેલવ કર્મચારીઓના પરિવારની મહિલા સભ્યો માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

શ્રીમતી ગીતિકા જૈને માહિતી આપતાં જણાવ્યું કે, તારીખ 21 માર્ચ થી 25 માર્ચ, 2022 વચ્ચે, તબીબી વિભાગના સહયોગથી મંડળમાં કામ કરતી મહિલા કર્મચારીઓ અને રેલ કર્મચારીઓના પરિવારની મહિલા સભ્યો માટે અમદાવાદ મંડળની  મંડળ કચેરી, મંડળ રેલવે હોસ્પિટલ સાબરમતી,

હેન્થ  યુનિટ-મણિનગર, પાલનપુર, વટવા તથા સબ-ડિવિઝનલ રેલ્વે હોસ્પિટલ ગાંધીધામ ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં લગભગ  500 જેટલી મહિલાઓની આરોગ્ય તપાસ કરવામાં આવી મહિલા કર્મચારીઓ માટે એક સંપૂર્ણ આરોગ્ય તપાસ હાથ ધરવામાં આવી.

જેમાં બ્લડ ટેસ્ટ, બ્લડ પ્રેશર, બોડી માસ ઈન્ડેક્સ, બોન ડેન્સિટી, ઈસીજી વગેરે જેવા આરોગ્ય સંબંધિત જરૂરી ટેસ્ટનો સમાવેશ કરવામાં આવ્યો તેમણે વધુમાં જણાવ્યું હતું કે તમામ ક્ષેત્રો અને વ્યવસાયમાં મહિલાઓનું યોગદાન દિવસે ને દિવસે વધી રહ્યું છે. સાથે જ મહિલાઓએ પણ પોતાનું ધ્યાન રાખવાની જરૂર છે.

મહિલાઓને તેમની સામે આવતી વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે જાગૃત કરવું જોઈએ  અને કોઈપણ સ્વાસ્થ્ય સમસ્યાના  ઈલાજ, શોધવા અને તેનું નિરાકરણ કરવા માટે આવા નિયમિત ચેક-અપ જ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.