અમદાવાદ : મધ્યઝોનના આસી. ટીડીઓ કોરોના પોઝિટિવ જાહેર
મ્યુનિસિપલ શાળાના શિક્ષકોને સુરક્ષાના સાધન આપવા માંગણી
અમદાવાદમાં કોરોના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે શહેરના hotspot વિસ્તારોની સંખ્યા વધી રહી છે છેલ્લા કેટલાક દિવસોથી ફ્રન્ટલાઈન warriors પણ ખૂબ જ મોટી સંખ્યામાં કરુણાની ઝપટમાં આવી રહ્યા છે તે બાબત સરકાર માટે ચિંતાનો વિષય બની છે જ્યારે ફ્રન્ટલાઈન warriors ને સુરક્ષાના તમામ સાધનો આપવા માટે વ્યાપક માંગણી થઈ રહી છે.
કોરોનાનો ચેપ હવે મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને પણ લાગી રહ્યો છે. અત્યાર સુધીમાં 25થી વધુ ડોકટરો અને કર્મચારીઓ ભોગ બન્યા છે. જેના કારણે એલજી હોસ્પિટલમાં સારવાર બંધ કરવાની ફરજ પડી છે તેવી જ રીતે મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર સહિત 30 કરતા વધારે કર્મચારીઓ કોરોના સંક્રમિત જાહેર થયા છે ગઈકાલે જમાલપુરના મેડિકલ ઓફિસર પણ કરુણા પોઝિટિવ જાહેર થયા હતા.
જ્યારે આજે વધુ એક અધિકારીને કોરોના પોઝિટિવ આવ્યો છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતામધ્ય ઝોનના આસિસ્ટન્ટ TDOને કોરોના પોઝિટિવ આવતાં મોડી રાત્રે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. અધિકારી કોટ વિસ્તારમાં, કાલુપુર શાકમાર્કેટ ખસેડવું, રિવરફ્રન્ટમાં વ્યવસ્થા કરવા જેવી મહત્વની કામગીરી તેમણે સંભાળી હતી.
કોરોના ની મહામારી માં નાગરિકોને જાગૃત કરવાની જવાબદારી સ્કૂલબોર્ડના શિક્ષકોને સોંપવામાં આવી છે મ્યુનિસિપલ શાળાના 3400 કરતા પણ વધારે શિક્ષકો ઘરે ઘરે ફરીને જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે પરંતુ તેમને સુરક્ષાના સાધનો આપવામાં આવ્યા ન હોવાથી એક આચાર્ય સહિત ત્રણ શિક્ષકો કોરોના પોઝિટિવ જાહેર થયા છે
મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના કોંગી સભ્ય ઇલ્યાસ કુરેશીના જણાવ્યા મુજબ કોરોના સંક્રમિત બે શિક્ષકોની સ્થિતિ stable છે જ્યારે એક શાળાના આચાર્ય હાલ વેન્ટિલેટર પર છે તથા તેમની તબિયત અત્યંત નાજુક છે તેથી જનજાગૃતિ અભિયાન તેમજ અન્ય તમામ પ્રકારના કામ કરતા મ્યુનિસિપલ શિક્ષકોને સુરક્ષાના તમામ સાધનો આપવા જરૂરી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.