Western Times News

Gujarati News

અમદાવાદ મનપા શહેરના ૭૦ મંદિરોની સફાઈ કરશે

પંડિત દિનદયાળ કલીનીકમાં રાત્રે ૯ વાગ્યા સુધી વિનામુલ્યે સારવારની સુવિધા

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરીકોની આરોગ્ય સુખાકારી માટે પંડીત દીનદયાલ કલીનીક- ઔષધાલય શરૂ કરવામાં આવ્યા છે જેમાં રાત્રીના નવ વાગ્યા સુધી વિનામુલ્યે સારવાર આપવામાં આવી રહી છે તેમજ દિવાળીના તહેવારોને અનુલક્ષી સફાઈ ઝંુબેશ વધુ સઘન બનાવવામાં આવશે. તેમજ શહેરના ૭૦ જેટલા મંદિરોની સફાઈ કરવામાં આવશે.

મ્યુનિ. હેલ્થ કમીટી ચેરમેન ભરતભાઈ કે. પટેલના જણાવ્યા મુજબ મ્યુનિ. કોર્પોરેશન હસ્તકના અર્બન હેલ્થ સેન્ટરો અને આંગણવાડીઓમાં ૧૭ સપ્ટેમ્બરથી પંડીત દિનદયાલ કલીનીક શરૂ કરવામાં આવ્યા છે. જેમાં અત્યાર સુધી કુલ ૩૮૯૩૮ દર્દીઓની તપાસ કરવામાં આવી છે જેમાં ૧૯૦૯૭ દર્દીઓની ઉંમર ૩૦ વર્ષ કરતા પણ ઓછી હતી કલીનીકમાં તપાસમાં આવેલા દર્દીઓ પૈકી ર૮૯૯ દર્દીઓને બ્લડ પ્રેશર માટે સ્કીનીંગ કરવામાં આવ્યા છે આ દર્દીઓમાંથી રરપ દર્દીઓને નજીકની સરકારી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે.

પંડીત દિનદયાલ કલીનીક જે એક લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો અને જયાં ગરીબ- શ્રમજીવી વિસ્તાર હોય ત્યાં શરૂ કરવામાં આવ્યા છે. સદર કલીનીકની સેવા સાંજે પાંચ વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી રહે છે. પંડીત દિનદયાલ કલીનીક- ઔષધાલયમાં એમબીબીએસ તથા આયુષ ડોકટરને ૧૧ માસના કરારથી નિયુક્ત કરવામાં આવ્યા છે.

એમબીબીએસ તબીબને માસિક રૂા.ત્રીસ હજાર તથા આયુષ ડોકટરને માસિક રૂા.ર૩ હજારનું માનદ્‌ વેતન આપવામાં આવે છે. કલીનીકમાં આવતા તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરી જરૂરીયાત મુજબ દવા આપવામાં આવે છે તથા ગંભીર જણાતા દર્દીઓને નજીકની સરકારી હોસ્પિટલોમાં રીફર કરવામાં આવે છે.

દિવાળીના તહેવારો દરમ્યાન શહેરની સફાઈ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. શહેર સ્વચ્છ રહે તે માટે દસ હજાર જેટલા કાયમી સફાઈ કામદારો દ્વારા રોજેરોજ સફાઈ કરવામાં આવશે. તદ્‌પરાંત ૧૬૦ જેટલા સ્પોટના વાહનો, ૧૮૭ કોમ્પેકટરો, ૪૦ જેટલી ટ્રક, જે.સી.બી., બોબકેટ સહિત ડોર ટુ ડોરનાં ૮૦૦થી વધારે વાહનો સાથે ૧ર૦૦થી વધારે મશીનરી અને સાધનો પુરેપુરા સમય માટે ઉપયોગમાં લઈ કચરાના નિકાલની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.

દિવાળી દરમ્યાન કચરો વધારે માત્રામાં નીકળતો હોઈ રાત્રી દરમ્યાન વધારાની શિફટમાં પણ જરૂરીયાત અનુસારના વાહનોને ઉપયોગમાં મુકવામાં આવેલ છે.

દિવાળી પર્વ નિમિત્તે શહેરમાં આવેલા કે જયાં નાગરીકો મોટી સંખ્યામાં મુલાકાત લેતા હોય તેવા જગન્નાથ મંદિર, નાગરવેલ હનુમાન, ઈસ્કોન મંદિર, સ્વામીનારાયણ મંદિર કાલુપુર, સુભાષબ્રીજ સહિતના ૭૦થી વધારે મંદિરોનાં પરિસર અને બહારના ભાગે સફાઈ કરી પાકા ભાગો, ફુટપાથોને ટેન્કરોથી ધોવડાવી સ્વચ્છ કરવામાં આવનાર છે.

આ ઉપરાંત શહેરમાં આવેલા જમાલપુર ફુલ માર્કેટ જેવા મુખ્ય બજારો, જાહેર સ્થળો અને પ્રવાસન- પિકનીક સ્પોટોવાળાં લોકેશનોની દિવસ અને રાત્રી દરમ્યાન સફાઈ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. શહેર સ્વચ્છ અને સુંદર દેખાય એ માટે શહેરના ૪પ જેટલાં બ્રીજ, અન્ડરબ્રીજ અને ફલાયઓવર બ્રીજાેને ન્યુસન્સ ટેન્કરથી ધોવડાવી સ્વચ્છ કરાવવામાં આવનાર છે.

ઝોન- વોર્ડમાં રાત્રી સફાઈ કામગીરી દરમ્યાન એકત્ર કરવામાં આવેલ કચરાનાં તુરત જ નિકાલ થાય અને કચરો પડી રહે નહિ તે માટે ૭ ઝોનનાં ૮ રેફયુઝ ટ્રાન્સફર સ્ટેશનો દિવસની સાથે-સાથે જરૂર જણાયે રાત્રી દરમ્યાન પણ ચાલુ રાખી નિકાલ કરવામાં આવનાર છે. દિવાળી દરમ્યાન નાગરીકોની સફાઈને લગતી ફરીયાદોને પ્રાયોરીટી આપી તુરત જ નિકાલ કરવાની ઝોન-વોર્ડ લેવલના સુપરવાઈઝરી સ્ટાફને સૂચના આપવામાં આવેલ છે.

આમ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા દિવાળી પર્વ અનુસંધાને શહેરમાં કચરો પડતર ન રહે અને શહેરની સુંદરતા અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.