અમદાવાદ મહાનગર પાલિકામાં ૨૦૩૭ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી
ભાજપમાં જાેરદાર ભીડ, સેન્સ પ્રક્રિયામાં ૭૨૫૭ની દાવેદારી -અ’વાદ ૨૦૩૭, રાજકોટ ૬૮૧, વડોદરા ૧૪૫૧, સુરત ૧૯૪૯, જામનગર ૫૪૩ , ભાવનગરમાં ૫૯૬ દાવેદારી
ગાંધીનગર, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. ગુજરાત કોંગ્રેસ અને ભાજપમાં દાવેદારોની હોડ જામી છે. હાલ ભાજપ દ્વારા સેન્શ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં અત્યાર સુધી સેન્સ પ્રક્રિયામાં ૭,૨૫૭ દાવેદારોએ ઉમેદવારી નોંધાવી છે.
જેમાં અમદાવાદ મનપામાં ભાજપના સૌથી વધુ ૨૦૩૭ દાવેદારો છે. ત્યારબાદ સુરત મનપામાં ૧૯૪૯, વડોદરા મનપામાં ૧૪૫૧ દાવેદાર, રાજકોટમાં ૬૮૧, જામનગર મનપામાં ભાજપના ૫૪૩ દાવેદાર અને ભાવનગર મનપામાં ભાજપના ૫૯૬ દાવેદારોની સેન્સ લેવા માટે દાવેદારી નોંધાવી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી માટે કુલ ૭,૨૫૭ ભાજપનાં ઉમેદવારો મેદાને પડ્યા છે. રાજયની ૬ મહાનગર પાલિકા માટે ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન કુલ ૭૨૫૭ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હોવાની માહિતી મળી રહી છે.
જેમાં અમદાવાદ મહાનગર પાલિકામાં ઉમેદવારી માટે સૌથી વધુ ૨૦૩૭ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ત્યારબાદ સુરત મહાનગર પાલિકા માટે ૧૯૪૯ ઉમેદવારોએ ઉમેદવારી કરી છે. રાજકોટ મહાનગર પાલિકા માટે ૬૮૧ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, તો જામનગર મહાનગર પાલિકા માટે ૫૪૩ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.
વડોદરા મહાનગર પાલિકા માટે ૧૪૫૧ ઉમેદવારોએ ઉમેદવારી અને ભાવનગર મહાનગર પાલિકા માટે કુલ ૫૯૬ ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી છે. અત્રે નોંધનીય છે કે, ભાજપ સંગઠનમાં એક તરફ સેન્સ લેવાની કામગીરી ચાલી રહી છે ત્યારે બીજી બાજુ ભાજપના ઘણા કાઉન્સિલરોનો શહેરમાં વિરોધ થઇ રહ્યો છે.
અમદાવાદના કૃષ્ણનગર વોર્ડમાં ભાજપના મહિલા કોર્પોરેટર વિરુદ્ધ વિરોધનો પવન ફૂંકાયો છે. મહિલા કોર્પોરેટરના મત વિસ્તારમાંજ તેમનો વિરોધ થઇ રહ્યો છે. તેમના મત વિસ્તારમાં વિરોધના પોસ્ટરો લાગ્યા છે. હાલ સોશિયલ મીડિયામાં તેમના વિરુદ્ધના પોસ્ટરો ફરતા થયા છે. અમદાવાદના કૃષ્ણનગરમાં ભાજપના મહિલા કોર્પોરેટર અરુણાબેન શાહનો લોકો વિરોધ કરી રહ્યા છે.