અમદાવાદ માતાજીની ચુંદડી લેવા આવેલી બે મહિલાઓ ચોર નીકળી
અમદાવાદ, અમદાવાદ શહેરનાં પાલડી વિસ્તારમાં ચોરીનો ગજબ કિસ્સો સામે આવ્યો છે. પુજાપાની દુકાનમાં માતાજીની ચુંદડી લેવા માટે આવેલ મહિલા એ ચુંદડીના બહાને દુકાનદાર મહિલાની એકલતાનો લાભ ઉઠાવીને દુકાનમાં આવેલ મંદિરમાં રાખેલ રૂપિયા ૫૦ હજાર લઈને રફુચક્કર થઈ ગઈ છે. જાે કે બાદમાં દુકાનદારને જાણ થતાં તેણે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
પાલડી વિસ્તાર માં સિઝનેબલ મટીરીયલની દુકાન ધરાવતા અશોક ભાઈ મોદી ગઇકાલે બપોરે તેમના પત્નીને દુકાનમાં બેસાડીને જમવા માટે ગયા હતા. તેમના પત્ની દુકાનમાં હાજર હતા તે દરમિયાન એક ટુ વ્હીલર પર બે મહિલાઓ આવી હતી.
જેમાંથી એક મહિલા તેમની દુકાનમાં આવીને માતાજીની ચુંદડી માંગી હતી. ફરિયાદીનાં પત્ની એ તેઓને અલગ અલગ ચુંદડીઓ બતાવી હતી પરંતુ તેઓને ગમતી નથી તેમ કહીને તે દુકાનની અંદર આવેલ માતાજીનાં મંદિર સુધી આવી હતી. અને મંદિરમાં એક વેપારી ને આપવા માટે મુકેલ રૂપિયા ૫૦ હજાર મૂક્યા હતા.
આમ આ મહિલા દુકાનદાર મહિલાને વાતોમાં રાખીને બાદમાં ચુંદડી ગમતી નથી ફરી આવી ને લઈ જશે તેમ કહીને બંને મહિલાઓ નીકળી ગઈ હતી. જાે કે જ્યારે ફરિયાદી રૂપિયા લેવા માટે ગયા ત્યારે મંદિરમાં રૂપિયા જાેવા ના મળતા તેણે આ બાબતે જ્યારે તેમની પત્નીને પૂછ્યું ત્યારે તેમની પત્નીએ તમામ હકીકત જણાવી હતી. . જે અંગેની જાણ પોલીસને કરતા હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.HS