અમદાવાદ-મુંબઈ એકસપ્રેસ હાઈવેના જમીન સંપાદન અધિકારીને હાજર થવા હાઈકોર્ટનું ફરમાન

અમદાવાદ, અમદાવાદ મુંબઈ એકસપ્રેસ હાઈવે પ્રોજેકટના જમીન સંપાદન અધિકારીને હાઈકોર્ટમાં હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે. વડોદરા જીલ્લાના ખેડૂતો અને જમીન માીકોને હાઈકોર્ટે ગત જુલાઈમાં યોગ્ય વળતર આપવા આદેશો કર્યો હોવા છતાં હજુ સુધી વળતર ન અપાયું હોવાના આક્ષેપ સાથે કન્ટેમ્પર પીટીશન કરવામાં આવી છે.
વડોદરા જીલ્લાના અરજદાર જમીનમાલીકોની રજુઆત છે કે તેમની જમીન ગ્રામ્ય વિસ્તારમાં આવતી હોવા છતાં તેને શહેરી વિસ્તારણ ગણી જમીનના ચાર ગણાની જગ્યાએ બે ગણું વળતર જ અપાયું હતું. જેથી હાઈકોર્ટે તેમને ચારગણું વળતર, વ્યાજ તેમજ પુનઃ વસવાટની રકમ આપવા આદેશો કર્યા હતા.
જાે કે હજુ સુધી તેમને વળતરની ચુકવણી થઈ નથી. તેથી જવાબદારી અધિકારીઓ સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી કરવી જાેઈએ.