અમદાવાદ-મુંબઈ હાઈ સ્પીડ રેલ: દર મહિને ૫૦ પિલરોનું નિર્માણ થશે

સુરત, અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નું કામ બુલેટ ગતિએ ચાલી રહ્યું છે. કેન્દ્રીય રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવ આ નિવેદન આપ્યું છે.

દાદરાનગર હવેલીની મુલાકાતે આવેલા રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે માહિતી આપી કે બુલેટ ટ્રેનનું કામ પૂરજાેશમાં ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં ૨૫થી વધુ પિલર તૈયાર કરી દેવાયા છે જ્યારે નવેમ્બરથી દરેક મહિને ૫૦ પિલરોનું નિર્માણ કરવામાં આવશે.
મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. ગુજરાતના આણંદમાં રેલવે લાઈન બનાવવા માટે ઘણા સમય પહેલા કામ શરૂ થઈ ગયું છે. હમણાં, લાઇન બનાવવા માટે પાઇલ અને પાઇલ કેપનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આણંદના અનેક સ્થળોએ એક સાથે ખોદકામ ચાલી રહ્યું છે.
અમદાવાદ અને મુંબઈ વચ્ચે ૫૦૮ કિલોમીટર લાંબી બુલેટ ટ્રેન લાઈન બનવા જઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં પણ બાંધકામની કામગીરી શરૂ થઈ ગઈ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત પેકેજ ઝ્ર-૪ અંતર્ગત વાપી-સુરત-વડોદરા વચ્ચે પીલ્લર બાંધવાનું શરૂ થયું છે. એટલું જ નહીં, નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ એ સુરત અને નવસારી વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ આ રૂટનો પહેલો સેગમેન્ટ તૈયાર કર્યો છે.