અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર ૧૪ દિવસ સેલ્ફ કવોરન્ટાઈન
અમદાવાદ,શ શહેરમ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવતા જ તેમણે સેલ્ફ કવોરન્ટાઈન થવાનો નિર્ણય જાહેર કર્યો છે. જો કે આ વ્યક્તિ કોણ છે એ ફોડ ન પડતાં અનેક અટકળો શરૂ થઈ છે.
વિજય નહેરાની મ્યુનિસીપલ કમિશનર તરીકે ફરજ પરની તેમની ગેરહાજરી દરમિયાન અમદાવાદ મ્યુનિસીપલ કમિશનરનો ચાર્જ ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અને સી.ઇ.ઓ. મુકેશકુમારને સોંપવામાં આવ્યો છે. મુકેશકુમાર અગાઉ અમદાવાદ મ્યુનિસીપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
જ્યારે શહેરમાં કોવિડ-19ની સમગ્ર કામગીરીના દેખરેખ, સંકલન, સુપરવિઝન અને મોનિટરીંગ માટે વિશેષ અધિકારી તરીકે વન પર્યાવરણનાઅધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાની નિમણૂંક કરવામાં આવી છે. ઉપરાંત સમગ્ર રાજ્યમાં આરોગ્યને લગતી તમામ કામગીરીનું સંકલન, સુપરવિઝન અને મોનિટરીંગ કરવા માટે વિશેષ અધિકારી તરીકે મહેસૂલના અધિક મુખ્ય સચિવ પંકજકુમારની નિમણૂંક રાજ્ય સરકારે કરી છે.