અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાની બદલી : મુકેશકુમારની નિમણૂક
રાજ્ય માં કોરોનાના કારણે આઇ. એ.એસ. અધિકારી ની બદલી થઈ હોવાનો પ્રથમ બનાવ બન્યો છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર વિજય નહેરા ની બદલી કરવામાં આવી છે તેમના સ્થાને મેરિટાઇમ બોર્ડના ચેરમેન અને અમદાવાદ કોર્પોરેશન ના પૂર્વ કમિશનર મુકેશકુમાર નિમણૂક કરવામાં આવી છે કમિશનર વિજય નેહરા ની બદલી માટે કોરોના અને મ્યુનિસિપલ હોદ્દેદારોની અવગણના મુખ્ય કારણ માનવામાં આવે છે.
અમદાવાદ શહેરમાં કરુણા સંક્રમણ વધી રહ્યું છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના માટે માર્ચ ના બીજા સપ્તાહથી કામગીરી શરૂ કરવામાં આવ્યું હતું પચ્ચીસ માર્ચથી શરૂ થયેલ પ્રથમ lock download બાદ પણ શહેરમાં યોગ્ય મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઇ શકયું ન હતી
જેના કારણે કેસ વધવાની સાથે સાથે દર્દીઓને યોગ્ય સારવાર ન મળતી હોવાના પણ આક્ષેપ થતા રહ્યા હતા. તે સમયે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા એ મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સારવાર પર પૂરતું ધ્યાન આપવાના બદલે આંકડાકીય માયાજાળ શરૂ કરી હતી. તેમજ કેસ ડબલિંગ ના દિવસો, 15 માર્ચ સુધી 50 હજાર કેસ થવા જેવા નિવેદન આપ્યા હતા
જેના કારણે પ્રજા માં ગભરાટ જોવા મળ્યો હતો તેમજ તેમના નિવેદન ની રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાઈ હતી.સાથે સાથે બફરઝોન માં ચાર દિવસ માં જ એક લાખ લોકોની અવર જવર થઈ હોવાની પણ જાહેરાત કરી ને પોલીસ વિભાગ સામે પણ આંગળી ચીંધી હતી.કોરોના
ના આગમન બાદ મનપા ઘ્વારા જે કામ કરવામાં આવતા હતા તેની માહિતી હોદ્દેદારો ને આપવામાં આવતી નહતી તેમજ તેમને વિશ્વાસ માં લેવામાં આવતા નહતા જેના પડઘા ગાંધીનગર સુધી પડ્યા હોવાની પણ ચર્ચા ચાલી હતી.
અમદાવાદમાં કોરોના ના કેસ માં થઈ રહેલા વધારા ના કારણે રાષ્ટ્રીય સ્તરે રાજ્ય ની છબિ પણ ખરાબ થઈ રહી હતી. ત્યારબાદ અચાનક કોરોના પોઝીટીવ ના સંપર્કમાં આવ્યા હોવાની જાહેરાત કરી વિજય નહેરા ક્વોરેન્ટાઇ થયા હતા. જે
ચાર દિવસ બાદ તેમણે ટ્વીટ કરી ને રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનું જાહેર કર્યું હતું. તે સમયે વિજય નહેરા ફરજ પર પરત ફરશે કે કેમ ? તે ચર્ચાનો વિષય બન્યો હતો. જેનો આજે અંત આવ્યો છે. રાજ્ય સરકારે તેમના સ્થાને મુકેશકુમાર ની નિમણૂક કરી છે. આગામી ઓકટોબર માં મનપા ની ચૂંટણી આવી રહી હોવાથી હોદ્દેદારો ની જૂની માંગણી પણ પુરી કરવામાં આવી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.