અમદાવાદ મ્યુનિસિપલ ફાયરમેન ની ગંભીર પરિસ્થિતિ
અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ માં નવરંગપુરા ફાયર સ્ટેશન ખાતે ફાયરમેન તરીકે ફરજ બજાવતા કલ્પેશ પટેલ કે જેઓ હાલની કોરોના વાયરસ ની વૈશ્વિક મહામારીની જવાબદારી ભરી રોજેરોજ ની કામગીરી પૂર્ણ કરી સાંજના પોતાના સરકારી ક્વાટર્સમાં સેનેટાઇઝેશન કેમીકલ ની આડઅસરોથી બચવા બાથરૂમમાંથી નાહી રહ્યા હતા તે સમયે ચક્કર આવી પડી જતા સારવાર અર્થે નવી એલ.જી હોસ્પિટલ ના આઇ .સી.યુ વોર્ડમાં દાખલ કરવામાં આવેલ છે.*
*જેઓને ડોકટરો ના જણાવ્યા મુજબ બ્રેઈન હેમરેજ થઈ ગયેલ છે, અને હાલમાં અતિગંભીર પરીસ્થિતી મા વેન્ટીલેટર પર સારવાર આપવામાં આવી રહેલ છે.*
*સતત કાયૅરત રહેતા , ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ ની તમામ પ્રકારની જોખમી , લોકોના જાન માલના રક્ષણની કામગીરી, ઉપરાંત સ્ટેશન લેવલની બંદોબસ્ત ની કામગીરી , સાથે સાથે અમદાવાદના મેયરશ્રી ના સીક્યોરીટી ગાડૅ તરીકે પણ જવાબદારી પૂર્વક ફરજ બજાવતા રહેતા , જીવંત, હસમુખા, અને સતત કાર્યશીલ, ફરજનિષ્ઠ કમૅચારી તરીકે ની ઓળખ ઘરાવતા ફાયરમેન કલ્પેશભાઇ પટેલ ઉપર અચાનક આવી પડેલ આ બ્રેઈન હેમરેજ ની ગંભીર માંદગી થી તેમના કુટુંબીજનોની સાથે સાથે નવરંગપુરા ફાયર સ્ટેશન નો સમગ્ર ફાયર સ્ટાફ ચિંતાતુર થઈ , ફાયરમેન કલ્પેશભાઇ જલ્દી સારા થઇ જાય એ જ પ્રાર્થના કરી રહેલ છે.*