અમદાવાદ મ્યુનિસિપલ હદમાં બોપલ-ઘુમા સહિત આઠ વિસ્તારો નો સમાવેશ
(દેવેન્દ્ર શાહ દ્વારા )રાજ્ય સરકારે અમદાવાદ ની હદમાં નવા આઠ વિસ્તારોનો સમાવેશ કર્યો છે. ચાલુ વર્ષના અંતમાં યોજાનાર ચૂંટણી પહેલા બોપલ-ઘુમા સહિતના વિસ્તારો નો મનપમાં સમાવેશ કરવામાં આવ્યો છે.રાજ્ય સરકારે સુરત,વડોદરા અને ગાંધીનગરમાં પણ નવા વિસ્તાર સામેલ કરતા નોટિફિકેશન જાહેર કર્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા ખોડિયાર, બોપલ-ઘુમા, અસલાલી (ટી.પી.128), ગેરતનગર (ટી.પી.116), બિલાસિયા(ટીપી 109), ચિલોડા-નરોડા, કઠવાડા,સનાથલ (ટીપી 201) અને વિસલપુર નો સમાવેશ કર્યો છે.નવા વિસ્તારોના સમાવેશ બાદ ચૂંટણી પહેલા નવા સીમાંકન કરવામાં આવી શકે છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં હાલ 48 વૉર્ડ છે તેને યથાવત રાખવામાં આવે તો વોર્ડ ના સીમાંકનમાં ફેરફાર થઈ શકે છે અથવા વોર્ડની સંખ્યામાં વધારો કરી વૉર્ડદીઠ કોર્પોરેટરની સંખ્યામાં ઘટાડો પણ કરવામાં આવી શકે છે.વર્તમાન સીમાંકન મુજબ જોવામાં આવે તો મ્યુનિસિપલ ચુંટણીમાં નવા આઠ વૉર્ડ અને 32 કાઉન્સિલર વધી શકે છે. મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટી ઘ્વારા નવા વિસ્તારોના સમાવેશ માટે છ મહિના પહેલા દરખાસ્ત મંજુર કરી સરકાર ને મોકલવામાં આવી હતી પરંતુ તે સમયે આ મુદ્દે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહતો.