Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં “ભ્રષ્ટાચારનું વિકેન્દ્રીકરણ” ?

File

નવનિયુકત આસી.કમીશ્નરોને રૂ.પાંચ લાખ સુધીની નાણાંકીય સત્તા આપવામાં
આવી : મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટીની કમીશ્નરે દરકાર ન રાખીઃ ચર્ચા

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના નાગરીકોની પ્રાથમિક સુવિધાના કામો ઝડપથી થાય તેવા સુખ આશયથી મ્યુનિ.સ્ટેન્ડીંગ કમીટી દ્વારા ડે.મ્યુનિ.કમીશ્નર અને મ્યુનિ.કમીશ્નરને નાણાંકીય સતા આપી છે. હવે તેવાં આસી. મ્યુનિ.કમીશ્નર કેડરનો પણ સમાવેશ થયો છે. સતા વિકેન્દ્રીકરણના નામે એક મહીના પહેલા જ ભરતી કરવામાં આવેલ આસી. મ્યુનિ.કમીશ્નરોને પણ ખાસ નાણાંકીય સતા આપવામાં આવી છે. મ્યુનિ. કમીશ્નરે બારોબાર ઠરાવ કરીને આ નાણાંકીય સતા આપી છે.સદ્દર ઠરાવ પરિપત્રમાં જે તે ફાઈલ બારોબાર ડે.કમીશ્નર સમક્ષ રજુ થશે કે એડી.ઈજનેરની સહી જરૂરી રહેશે તે બાબતે ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તેથી ભૂતકાળની જેમ આસી. કમીશ્નરો અને ઈજનેર અધિકારીઓ વચ્ચે ટકરાવ થવાની દહેશત પણ વ્યકત થઈ રહી છે !

મ્યુનિ.કોર્પોરેશનના ઈતિહાસમાં સૌથી વિવાદાસ્પદ આસી. મ્યુનિસિપલ કમીશ્નરની ભરતી પ્રક્રિયા રહી છે. હવે તેમને નાણાંકીય સતા આપવામાં આવ્યા બાદ વિવાદ વધી રહયો છે.મ્યુનિ. કમીશ્નરે ખાસ પરીપત્ર વધી રહયો છે. મ્યુનિ. કમીશ્નરે ખાસ પરીપત્ર જાહેર કરીને આસી. કમીશ્નરોને ટેન્ડર પ્રક્રિયામાં રૂ.પાંચ લાખ સુધીની નાણાંકીય સતા આપી છે. જયારે ચેપ્ટર-પમાં રૂ.૩પ હજારની નાણાંકીય સતા યથાવત રાખી છે. મ્યુનિ.સ્ટેન્ડીંગ કમીટીએ ડે.મ્યુનિ.કમીશ્નર કેડરને રૂ.દસ લાખ અને મ્યુનિ.કમીશ્નરને રૂ.૩૦ લાખ સુધીની નાણાંકીય સતા આપી છે.

જેનો દુરુપયોગ થઈ રહયો હોવાના અવારનવાર આક્ષેપો થઈ રહયા છે. મ્યુનિ.કમીશ્નરે પણ આ નાણાકીય સતા નો ખોટો લાભ લઈને કમીશ્નર બંગલા ના રીનોવેશન માટે રૂ.એક કરોડ કરતા વધુ રકમનો ખર્ચ કર્યો છે. મ્યુનિ.કમીશ્નરે નાણાકીય સતાની મર્યાદામાં ટેન્ડર પ્રક્રિયા કરીને બંગલાનું રીનોવેશન કરાવ્યું છે. ચોકાવનારી બાબત એ છે કે વર્તમાન કમીશ્નરે પદભાર સંભાળ્યો તે સમયથી કલમ ૭૩(ડી) તથા નાણાંકીય સતાના અન્ય કોઈપણ કામની ફાઈલ સ્ટેન્ડીગ કમીટી સમક્ષ આવી નથી. જેના કારણે નાણાંકીય સતાના નામે ભ્રષ્ટાચાર વધી રહયો છે. તથા હવે, વહીવટના બદલે ભ્રષ્ટાચારનું વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું હોવાની પણ ચર્ચા ચાલી રહી છે!

મ્યુનિ.નાણા વિભાગ દ્વારા કમીશ્નર ઠરાવ નંબર ૩૩ આસી. કમીશ્નરોને નાણાકીય સતા આપવાનો પરીપત્ર કરવામાં આવ્યો છે. પરંતુ તેવા ઈજનેર ખાતાની ફાઈલનો નિકાલ કેવી રીતે થશે તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી. એડી.ઈજનેરને તેમની ફાઈલ માટે આસી.કમીશ્નરની મંજૂરી લેવાની ફરજ પાડવામાં આવશે તો વધુ એક વખત બે કેડર વચ્ચે ટકરાવ થઈ શકે ેછે. ભૂતકાળમાં ઈજનેર ખાતાની તમામ ફાઈલો આસી. મ્યુનિ.કમીશ્નરની સહી બાદ ડે. મ્યુનિ.કમીશ્નર સમક્ષ રજુ કરવા પરીપત્ર થયો છે.

જેનો ઈજનેર અધિકારીઓએ વિરોધ કર્યો હતો. જેના કારણે પરીપત્ર પરત લેવાની ફરજ પડી હતી. મ્યુનિ.કમીશ્નરે વધુ એક વખત વર્ષો પહેલા સમેટાઈ ગયેલ ઝઘડામાં ચિનગારી ચાંપી છે. તેવી પણ ચર્ચા ચાલી રહી છે. મ્યુનિ.નાણા વિભાગ દ્વારા કમીશ્નર ઠરાવ નંબરથી આસી.મ્યુનિ.કમીશ્નરોને નાણાંકીય સતા આપવામાં આવી છે.

પરંતુ સ્ટેન્ડીંગ કમીટીની મંજૂરી લેવાની કોઈ જ દરકાર લેવામાં આવી નથી. તથા પરીપત્રમાં “સ્ટેન્ડીંગ કમીટીની અપેક્ષા” નો કોઈ ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી. મ્યુનિ.કોર્પોરેશનમાં શાસકોનું કોઈ જ મહત્વ રહયું નથી. તથા ૧૦૦ ટકા અધિકારીરાજ ચાલી રહયું છે. તે બાબત વધુ એક વખત પુરવાઈ થઈ છે.
મ્યુનિ. કોગ્રેસ પક્ષના પૂર્વ નેતા સુરેન્દ્રભાઈ બક્ષીના જણાવ્યા મુજબ આ પ્રકારને નાણાકીય સતા આપવામાં આવતી રહેશે નો ચુંટાયેલી પાંખનું કોઈ જ મહત્વ રહેશે નહી.

મ્યુનિ.કમીશ્નર જારશોરથી ઈમાનદારી ની વાતો કરી રહયા છે. તો કલમ ૭૩ (ડી) ની ફાઈલો કમીટી સમક્ષ શા માટે રજુ કરતા નથી ! મ્યુનિ. બોર્ડમાં ર૦૧૮-૧૯ ના નાણાકીય વર્ષમાં કલમ ૭૩ (ડી) ચેપ્ટર-પ કે નાણાંકીય સતા ની મર્યાદામાં જે પણ કામો થયા હોય તેની મ્યુનિ. બોર્ડમાં ચર્ચા કરવામાં આવે તે જરૂરી છે.મ્યુનિ.શાસકોનો તંત્ર ઉપર અંકુશ નથી. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.