Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન ઘ્વારા વોટરટેક્ષની બાકી પર 18 ટકા વ્યાજ વસુલાત

Files Photo

મ્યુનિ.ટેક્ષ વિભાગ દ્વારા ત્રણ વર્ષમાં રૂ.૧૫૦ કરોડથી વધુ રકમ વ્યાજ પેટે વસૂલી

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન  વળતરના દિવસે સેવા”ના સિધ્ધાત પર ચાલી રહયુ છે. શહેરીજનોને નળ, ગટર, રસ્તા, લાઈટ જેવી સુવિધાઓ આપવાીન ફરજ મનપાની છે. પરંતુ આ સુવિધાઓ સામે તંત્ર દ્વારા મિલ્કતવેરાની બાકી રકમ સામે ૧૮ ટકા દંડનીય વ્યાજ વસુલ કરવામાં આવે છે.

પ્રોપટી ટેક્ષની જુની અને નવી ફોમ્યુલાના બાકી લેણા વસુલ કરવા તંત્ર દ્વારા વ્યાજ અને સીલીંગ જેવી કડક કાર્યવાહી કરવામાં આવે છે. ચોંકાવનારી બાબત એ છે કે એકટ કે ઠરાવ મુજબ ટેક્ષ વિભાગ માત્ર મિલ્કતવેરાની બાકી રકમ સામે જ વ્યાજ વસુલ કરશે પરંતુ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વોટર અને કોન્ઝવેન્સી ટેક્ષની બાકી રકમ સામે પણ ૧૮ ટકા વ્યાજ વસુલ કરવામાં આવી રહયુ છે ? મ્યુનિ. ટેક્ષ વિભાગે છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં શહેરીજનો પાસેથી રૂા.૧પ૦ કરોડ કરતા વધુ રકમ વ્યાજ પેટે વસુલ કરી છે. જેમાં વોટર ટેક્ષ સામે વસુલ કરવામાં આવેલા વ્યાજનો પણ સમાવેશ થાય છે.

મ્યુનિ. ટેક્ષ વિભાગે “કોરોના વર્ષ”માં રેકોર્ડ બ્રેક આવક મેળવી છે. ટેક્ષ ખાતાની આવકમાં વ્યાજ આવકનો હિસ્સો મુખ્ય હોય છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ટેક્ષના બાકી લેણા સામે દૈનિક ધોરણે ૧૮ ટકા વ્યાજ લેવામાં આવી રહયુ છે જેના કારણે કેટલાક કિસ્સામાં મુદ્દલ કરતા વ્યાજ વધી જાય છે. ટેક્ષની જુની ફોમ્ર્યુલાના બાકી લેણામાં ૮૦ ટકા રકમ માત્ર વ્યાજની રહે છે.

જેના કારણે પણ જુની ફોમ્ર્યુલાની વસુલાત થતી નથી તંત્ર દ્વારા બાકી લેણાની વસુલાત માટે વ્યાજ રીબેટ યોજના જાહેર કરવામાં આવે છે. પરંતુ નાગરીકો પાસેથી વસુલ કરવામાં આવતા વ્યાજની રકમ સામે રીબેટ રકમ નજીવી હોય છે. મ્યુનિ. ટેક્ષ ખાતાએ ર૦૧૭-૧૮ના વર્ષમાં નાગરીકો પાસેથી રૂા.૪૩.૯૮ કરોડના વ્યાજની વસુલાત કરી હતી, જયારે ર૦૧૮-૧૯માં રૂા.પ૬.૬૦ કરોડ તેમજ ર૦૧૯-ર૦માં રૂા.પ૮.ર૭ કરોડનું વ્યાજ મતદારો પાસેથી લેવામાં આવ્યુ છે

જેની સામે ર૦૧૭-૧૮માં રૂા.રપ.૪૧ કરોડ, ર૦૧૮-૧૯માં રૂા.ર૮.૭૦ કરોડ તથા ર૦૧૯-ર૦માં રૂા.૧૪.૪૮ કરોડ રીબેટ આપવામાં આવ્યુ હતું. નોંધનીય છે કે રીબેટની ૭૦ ટકા રકમ “એડવાન્સ ટેક્ષ” સામે આપવામાં આવી છે. ર૦૧૭-૧૮થી ર૦૧૯-ર૦ દરમ્યાન તંત્રને જનરલ ટેક્ષ પેટે અનુક્રમે રૂા.૪રર.૯૮ કરોડ, રૂા.૪૬ર.રપ કરોડ તથા રૂા.૪૭૪.ર૪ કરોડની આવક થઈ હતી.

મ્યુનિ. તંત્ર દ્વારા નાગરીકો પાસેથી વોટર ટેક્ષની બાકી રકમ પેટે પણ ૧૮ ટકા વ્ય્જ લેવામાં આવે છે. મ્યુનિ. પ્રોપર્ટી ટેક્ષ વિભાગના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યા મુજબ “એજ્યુકેશન સેસ” સિવાય તમામ ટેક્ષ પર ૧૮ ટકા લેખે વ્યાજ લેવામાં આવે છે, જેમાં પ્રોપર્ટી ટેક્ષ, કોન્ઝવેન્સી તેમજ વોટર ટેક્ષનો પણ સમાવેશ થાય છે.

મિલ્કતવેરાની જુની-નવી ફોમ્ર્યુલામાં તંત્ર દ્વારા માત્ર વ્યાજના ઘોડા જ દોડાવવામાં આવી રહયા છે. ર૦૧૮-૧૯માં જુની ફોમ્ર્યુલા પેટે કુલ રૂા.૩૯૪.રપ કરોડ બાકી હતા જે પૈકી મુદ્દલ માત્ર રૂા.૯૮.ર૯ કરોડ હતી. જયારે વ્યાજની રકમ રૂા.ર૯૬.૯૬ કરોડ હતી જયારે ર૦૧૯-ર૦માં જુની ફોમ્ર્યુલાના કુલ રૂા.૪ર૦ કરોડ બાકી હતા, જેમાં મુદલ રકમ રૂા.૯પ કરોડ અને વ્યાજની રકમ રૂા.૩રપ કરોડ હતી

આ વ્યાજની રકમમાં વોટર ટેક્ષના વ્યાજનો પણ સમાવેશ થાય છે. મ્યુનિ. કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા સુરેન્દ્રભાઈ બક્ષીએ આ અંગે તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે ભાજપ છેલ્લા ૧પ વર્ષથી વિકાસની વાતો કરે છે પરંતુ આ “વિકાસ” નાગરીકો પાસેથી વસુલ કરવામાં આવેલા શરાફી વ્યાજની રકમમાંથી થયો છે.

રાવ કે એક્ટ મુજબ માત્ર મિલકત વેરાની બાકી રકમ સામે વ્યાજ વસુલ થઈ શકે છે જયારે અમદાવાદના શાસકો પાણીવેરાની બાકી સામે પણ વ્યાજ લઈ રહયા છે જે નિયમ વિરૂધ્ધ છે. મ્યુનિ. શાસકોએ પાણીવેરાની બાકી પર વ્યાજ લેવાનું બંધ કરવું જાેઈએ તથા વસુલ કરવામાં આવેલી રકમ મજરે આપવી જાેઈએ તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.