Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. ડ્રાફટ બજેટનું કદ 8000 કરોડ આસપાસ રહે તેવી શક્યતા

અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા ર૪ માર્ચે સ્ટેન્ડીંગ કમીટી સમક્ષ ડ્રાફટ બજેટ રજુ કરવામાં આવશે. કોરોના અને લોકડાઉનના કારણે મ્યુનિ. તિજાેરી લગભગ ખાલી થઈ ગઈ છે તેથી નવા નાણાકીય વર્ષના ડ્રાફટ બજેટની રકમમાં વધારો કરવાના બદલે ઘટાડો કરવામાં આવે તેવા સ્પષ્ટ સંકેત જાેવા મળી રહયા છે.

નાણાકીય વર્ષ ર૦ર૦-ર૧ માટે પૂર્વ કમિશ્નરે રૂા.૮૯૦૭.૩ર કરોડનું ડ્રાફટ બજેટ રજુ કર્યું હતું તેની સામે નવા નાણાકીય વર્ષના ડ્રાફટ બજેટનું કદ રૂા.આઠ હજાર કરોડ આસપાસ રહે તેવી શકયતા છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન માટે બુધવારે રજુ થનાર ડ્રાફટ બજેટ “વાસ્તવિક” બજેટ રહેશે. સુત્રોએ જણાવ્યા મુજબ ર૦ર૦-ર૧ માટે પૂર્વ કમિશ્નરે આંકડાકીય માયાજાળ રચી હતી તથા અધિકારીના બદલે રાજકારણીની માફક વચનોની લ્હાણી કરી હતી જેના કારણે ડ્રાફટ બજેટનું કદ રૂા.૮૯૦૭ કરોડ થયુ હતુ.

પૂર્વ કમિશ્નરના ડ્રાફટ બજેટના મોટાભાગના કામો પર વર્તમાન કમિશ્નરે બ્રેક મારી છે તથા અત્યંત જરૂરી હોય તેવા કામ કરવા જ અધિકારીઓને સુચના આપી હતી. કોરોનાના કારણે મ્યુનિ. તિજાેરી લગભગ ખાલી થઈ ગઈ છે.

મનપા પાસે રૂા.૪રપ કરોડની ફીકસ્ડ ડીપોઝીટ હતી તે પણ ખર્ચ થઈ ચુકી છે કોરોના સારવાર ખર્ચના સરકાર પાસેથી રૂા.૪પ૦ કરોડ લેવાના બાકી નીકળે છે તે રકમ કયારે મળશે? તે કોઈ કહી શકે તેમ નથી તેથી ર૦ર૧-રરનું બજેટ મ્યુનિ. તિજાેરીને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવી શકે છે.

મ્યુનિ. સુત્રોએ જણાવ્યા મુજબ ડ્રાફટ બજેટમાં ઘોડાસર, પલ્લવ, નરોડા તથા સતાધાર જંકશન પર ફલાય ઓવરની જાહેરાત કરવામાં આવી શકે છે. આ તમામ ટેન્ડર થઈ ચુકયા છે. વર્લ્ડ બેંક તરફથી રૂા.ત્રણ હજાર કરોડની લોન મળવાની છે

જેને આધારીત ડ્રેનેજ અને સુઅરેજના રૂા.એક હજાર કરોડના કામોનો સમાવેશ ડ્રાફટ બજેટમાં કરવામાં આવશે. જયારે વોટર પ્રોજેકટ માટે રૂા.ર૩૦ કરોડ અને ડ્રેનેજ પ્રોજેકટ માટે રૂા.૧૬૦ કરોડની ફાળવણી થાય તેવી શકયતા છે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.