Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. તિજાેરીમાં વિવિધ ટેક્ષ પેટે રૂા.પ૩૭ કરોડ જમા થયા

એડવાન્સ ટેક્ષ યોજનાની મુદત ૩૧ જુલાઈ સુધી લંબાવવામાં આવી

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વરસે એપ્રિલ મહીનામાં એડવાન્સ ટેક્ષ ભરપાઈ કરનાર કરદાતાને ૧૦ ટકા રીબેટ આપવાની યોજના જાહેર કરવામાં આવે છે. સદર યોજનાનો અમલ બે મહીના માટે થાય છે પરંતુ ચાલુ વરસે કોરોનાના કારણે નાગરીકો અને મ્યુનિ. કોર્પોરેશનની આર્થિક સ્થિતિ નબળી પડી હોવાથી એડવાન્સ ટેક્ષ યોજના બે ના બદલે ચાર મહીના સુધી લંબાવવામાં આવી છે.

ર૦ર૦માં એડવાન્સ ટેક્ષ યોજનાનો અમલ અઢી મહીના માટે થયો હતો. મ્યુનિ. કોર્પોરેશનની નબળી આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈ રેવન્યુ કમીટી આવકના નવા સ્ત્રોત શોધી રહી છે. કન્સ્ટ્રકશન સાઈટો પરની ઓફિસો પાસેથી મિલ્કતવેરો વસુલ કરવા બાબતે વિચારણા ચાલી રહી છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પરંપરાગત રીતે જાહેર કરવામાં આવતી એડવાન્સ ટેક્ષ રીબેટ યોજનાની મુદતમાં વધુ એક વખત વધારો કરવામાં આવ્યો છે. કોરોનાના કારણે નિર્ધારીત આવક થઈ ન હોવાથી સ્ટેન્ડીંગ કમીટી દ્વારા ૩૧ જુલાઈ સુધી રીબેટ યોજનાનો અમલ યથાવત રાખવા જાહેરાત કરવામાં આવી છે.

એપ્રિલથી ૧પ જુલાઈ સુધીના સમયગાળા દરમ્યાન તંત્રને મિલ્કતવેરા પેટે રૂા.૪પ૬.૮ર કરોડની આવક થઈ છે. વર્તમાન નાણાકીય વર્ષમાં લગભગ સાડા ત્રણ મહીના યોજનાનો અમલ થયો હોવા છતાં આવકમાં ઘટાડો થયો છે. ર૦ર૦-ર૧માં લોકડાઉનના કારણે જુન મહીનાથી રીબેટ યોજના જાહેર કરવામાં આવી હતી

જેનો ૧પ ઓગસ્ટ સુધી અમલ થયો હતો. આ સમયગાળા દરમ્યાન પ્રોપર્ટી ટેક્ષની આવક રૂા.પ૩૭.પ૩ કરોડ થઈ હતી. જાેકે, પાછલા નાણાકીય વર્ષમાં રાજય સરકારે આત્મનિર્ભર યોજના અંતર્ગત ર૦ ટકા રીબેટ આપ્યુ હોવાથી આવકમાં વધારો થયો હોવાનું માનવામાં આવી રહયુ છે.

મ્યુનિ. રેવન્યુ કમિટિ ચેરમેન જૈનિક વકીલના જણાવ્યા મુજબ ર૦ર૦-ર૧માં વિવિધ ટેક્ષ પેટે રૂા.૧૩૮ર.૮પ કરોડની આવક થઈ હતી જેની સામે વર્તમાન નાણાકીય વર્ષમાં ૧પ જુન સુધી રૂા.પ૩૬.૪પ કરોડની આવક થઈ છે જે ગત વર્ષના ૪૦ ટકા થાય છે. ર૦ર૧-રરમાં વ્હીકલ ટેક્ષની આવકમાં નોધપાત્ર વધારો થયો છે. વ્હીકલ ટેક્ષની આવકમાં ર૯ર ટકાનો વધારો થયો છે.

જયારે પ્રોર્ફેશનલ ટેક્ષની આવકમાં ૧૩.૪૮ ટકાનો વધારો થયો છે. ર૦ર૦-ર૧માં ૧ એપ્રિલથી ૧પ જુલાઈ સુધી રૂા.૩૦૩.૧૪ કરોડની આવક થઈ હતી જેની સામે વર્તમાન વર્ષમાં રૂા.૪પ૬.૮ર કરોડ આવક થઈ છે જે પાછલા વર્ષ કરતા રૂા.૧પ૩.૬૮ કરોડ વધુ છે.

મ્યુનિ. કોર્પોરેશનની આર્થિક સ્થિતિ નબળી પડી રહી છે જેના કારણે આવકના નવા સ્ત્રોત તરફ ધ્યાન આપવા માટે સક્રિય વિચારણા ચાલી રહી છે. સુત્રોએ જણાવ્યા મુજબ કન્સ્ટ્રકશન સાઈટ પર બિલ્ડર દ્વારા તૈયાર કરવામાં આવતી “સાઈટ ઓફીસ” પાસેથી મિલ્કતવેરો વસુલ થઈ શકે છે.

સદર ઓફીસનો કોમર્શીયલ ઉપયોગ થાય છે તેથી વ્યાપારીક ધોરણે વેરો વસુલ કરવો કે ઉચ્ચક રકમ લેવી તે બાબતે નિર્ણય થયો નથી. તંત્ર દ્વારા સદ્‌ર યોજનાનો અમલ થશે તો પ્લાન મંજુરી સમયે પ્રોપર્ટી ટેક્ષની રસીદ રજુ કરવાની રહેશે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.