અમદાવાદ મ્યુનિ.ની તમામ ટેકસની આવક ૪૭૪ કરોડ ઉપર પહોંચી
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મિલ્કતવેરા સહીતના તમામ ટેકસની આવક રુપિયા ૪૭૪ કરોડ ઉપર પહોંચવા પામી છે.આ અંગે મળતી માહીતી મુજબ,અમદાવાદ શહેરના કરદાતાઓ માટે હાલ વળતર યોજના ચાલી રહી છે.
આ પરિસ્થિતિમાં મ્યુનિ.ને ૩૦ જુન -૨૦૨૧ સુધીમાં મિલ્કતવેરા પેટે રુપિયા ૪૧૦ .૨૧ કરોડ,પ્રોફેશનલ ટેકસ પેટે રુપિયા ૩૯.૮૬ કરોડ અને વ્હીકલ ટેકસ પેટે રુપિયા ૨૩.૯૨ કરોડ આવકનો સમાવેશ થાય છે.
ગત વર્ષે પહેલી એપ્રિલ-૨૦૨૦થી ૩૦ જુન સુધીમાં તમામ ટેકસની આવક રુપિયા ૨૫૧.૩૮ કરોડ થઈ હતી.હાલ ચાલતી ખાસ વળતર યોજનામાં ૩.૯૦ લાખ કરદાતાઓએ વળતર યોજનાનો લાભ લીધો છે.