Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. પ્રોપર્ટી ટેક્ષની આવક 1000 કરોડને આંબી ગઈ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હોદ્દેદારોની નિમણુંક થયા બાદ મળેલી પ્રથમ સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં પ્રોપર્ટી ટેક્ષ વ્યાજ રીબેટ યોજના જાહેર કરી હતી જેનો ૧પમી માર્ચથી અમલ શરૂ થઈ ગયો છે. વ્યાજ રીબેટ યોજનાના કારણે નાના વેપારીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનને આર્થિક લાભ થઈ રહ્યો છે.

મિલકત વેરાના જુના લેણાની વસુલાત માટે રીબેટ યોજનાની સાથે સાથે સીલીંગ ઝેુંબેશ વધુ સઘન બનાવવામાં આવી છે. જ્યારે મિલકતવેરાની આવક રૂા.એક હજાર કરોડને પાર કરી ગઈ છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્ષ વસુલાત માટે મિલકતો સીલ કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા માર્ચ મહિનામાં ૭૬૩૮ મિલકતો સીલ કરવામાં આવી છે. જેમાં પશ્ચિમ ઝોનમાં ૧ર૧૩ મિલકતો સીલ થઈ છે. જ્યારે મધ્ય ઝોનમાં ૧૦૬૦, ઉત્તર ઝોનમાં ૧૦૪૩, દક્ષિણ ઝોનમાં ૯૧૩, પૂર્વ ઝોનમાં ૯૩૯, ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૧ર૦૪ તથા દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૧ર૬૬ મિલકતો સીલ કરવામાં આવી છે.

તંત્રએ ૧૮મી માર્ચ સુધી ૭૬૩૮ મિલકતો સીલ કરી પ૮.ર૩ કરોડની આવક મેળવી છે. જે રીબેટ યોજનાનો અમલ શરૂ થયા બાદ છેલ્લા ચાર દિવસમાં મિલકત વેરા પેટે રૂા.ર૧ કરોડની આવક થઈ છે. ચાલુ નાણાંકીય વર્ષમાં ૧ એપ્રિલથી ૧૮મી માર્ચ સુધી મિલકત વેરાની કુલ આવક રૂા.૧૦ર૩.૭૬ કરોડ થઈ છે.

જેની સામે ગત નાણાંકીય વર્ષમાં રૂા.૧૦૬૩.૯૯ કરોડની આવક થઈ હતી. રીબેટ યોજના અને સીલીંગ ઝુૃંબેશ ચાલુ હોવાથી ર૦ર૦-ર૧ ના નાણાંકીય વર્ષાંન્તે પ્રોપર્ટી ટેક્ષની આવક રૂા.૧૧પ૦ કરોડ ને આંબી શકે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન માટે વાહનવેરાની આવક ખાસ સરપ્રાઈઝ માનવામાં આવે છે.

નાણાકીય વર્ષની શરૂઆતમાં લોકડાઉનના કારણે વાહન વેરાની આવક શૂન્ય બરાબર હતી. દિવાળી પર્વ સુધી વાહન વેરાની આવકમાં મોટો ઘટાડો જાેવા મળ્યો હતો. પરંતુ આશ્ચર્યજનક રીતે ૧૮મી માર્ચે વ્હીકલ ટેક્ષની આવકમાં વધારો નોંધાયો છે. ગત નાણાંકીય વર્ષમાં વ્હીકલ ટેક્ષ પેટે રૂા.૮૩.રર કરોડની આવક થઈ હતી. જેની સામે ચાલુ નાણાંકીય વર્ષમાં વાહન વેરાની આવક રૂા.૮૪.ર૯ કરોડ થઈ છેે. જ્યારેે વ્યવસાય વેરાની આવકમાં ગત વર્ષે કરતા ૧પ.૭૦ ટકાનો ઘટાડો થયો છે.

મ્યુનિસિપલ ટેક્ષ વિભાગને ર૦૧૯-ર૦ના વર્ષમાં કુલ રૂા.૧૩૪૦ .૦ર કરોડની આવક થઈ હતી. જેની સામે ર૦ર૦-ર૧ માં તમામ ટેક્ષની આવક રૂા.૧ર૭૪.પ૬ કરોડ થઈ છે. આમ, ગત વર્ષની સરખામણીએ ૯પ ટકા આવક થઈચુકી છે. તથા વર્ષાન્તે લક્ષ્યાંક પૂર્ણ થાય એવી આશા વ્યક્ત થઈરહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.