Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ.માં ૪પ થી પ૦ ટકા જગ્યા ખાલી હોવા છતાં ભરતી કરાતી નથી

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના વહીવટી તંત્રના કુલ ખાતાઓ પૈકી ૮૦થી૯૦ ટકા ખાતામાં છેલ્લા કેટલાયે વર્ષોથી પટાવાળા, જુનીયર કલાર્કથી માંડીને હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ અને ડેપ્યુટી કમીશન સહીતનો ૪પથી પ૦ ટકા જેટલી જગ્યામાં ભરતી કરાતી નથી અને આ જગ્યા એબેયન્સમાં રાખવામાં આવે છે.

અથવા સામાન્ય ઓછા પગારથી ર્વાષિક કોન્ટ્રાકટથી ભરાઈ રહી હોવાથી મ્યુનિ.વહીવટી તંત્રમાં ભારે વિરોધનો સૂર ઉઠાવ્યો છે. તંત્રની કામગીરી પર પણ અસર પડી હોવાનો ખુદ તંત્રના વડાઓ સ્વીકાર કરી રહયા છે.

દેખીતી રીતે જ મ્યુનિ. વહીવટી તંત્રના વડાઓ અને શાસકપક્ષ ભાજપના મુખ્ય પદાધિકારીઓ વચ્ચે ઝાઝો મેળ ન હોવાથી મ્યુનિ. તંત્રના શિડયુલ કહો કે, નકકી કરેલી જગ્યા પૈકી ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે કોઈ ગંભીર વિચારણા કરાતી નથી પરીણામે વહીવટી તંત્રના વડાઓ પોતાના ખાતા વિભાગો કે તેમના મનપસંદ ખાતાઓમાં તેમને જરૂર પડે તેવી જગાઓ ખોલીને કાં કમીશ્નરની હસ્તકની સત્તાઓ દ્વારા કાં હંગામી ધોરણે એટલે કે, એક બે વર્ષ માટે ભરતી કરે છે

કાં ઉંચા પગારથી ર્વાષિક કોન્ટ્રાકટ પેટે ભરતી કરી લે છે. અને જાે આ જગ્યાઓ પરની ભરતી લંબાવવી પડે તો સ્ટેન્ડીંગ કમીટીમાં દરખાસ્ત રજુ કરીને શાસકપક્ષ ભાજપને સમજાવી દેવાય છેજેથી દરખાસ્તને મંજૂરી મળી જાય છે. આ ખેલની બીજી તરફ શાસકપક્ષ ભાજપ પણ મોટી જગાઓ પર નિમણુંક માટે સ્ટાફ સીલેકશન કમીટી સમક્ષ કમીશ્નર દરખાસ્ત્‌ રજુ કરે છે.

ત્યારે શાસક પક્ષના પદાધિકારીઓ કમીશ્નરે સુચવેલા નામો પૈકી પોતાની પસંદગીના અધિકારીની નિમણુંક કરીને રાજકીય સંતોષ અનુભવે છે. મ્યુનિ.તંત્રમાં પટાવાળા, જુનીયર, કલાર્ક, એચઓડી સહીતની ૪પથી પ૦ ટકા જગાઓ વિવિધ વિભાગોમાં ખાલી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.