અમદાવાદ મ્યુ. કોર્પોની. ઈ-રીક્ષા શાકભાજી ઘરે પહોંચાડશે
અમદાવાદ, અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા કોરોનાને કારણે લોકડાઉન થતાં લોકોને જીવન જરુરી ચીજ વસ્તુઓ જેવી કે શાકભાજી અને દવાઓ મળી રહે તે માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદી દ્વારા પણ બુધવારે તમામ રાજયોને હેલ્પલાઈન શરૂ કરવામાં આવે તેવું જણાવવામાં આવ્યુ છે.
આ હેલ્પ લાઈન દ્વારા લોકો જીવન જરૂરી વસ્તુઓ, દવાઓ, પેટ્રોલ અને અન્ય વસ્તુઓ ખુટતી હશે તેની જાણકારી હેલ્પલાઈન દ્વારા આપી શકશે. આ ઉપરાંત પેટ્રોલ એશોસિયેન દ્વારા પણ બુધવારે એવી જાહેરાત કરવામાં આવી છે કે દરેક પંપ પર પેટ્રોલનું વેચાણ સવારે 8 થી 4 સુધી જ કરવામાં આવશે. ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનના આ નિર્ણયને લોકોએ બિરદાવ્યો છે. ગુરૂવારથી પેટ્રોલપંપના સંચાલન સમયમાં ફેરફાર સવારે આઠથી સાંજે ચાર વાગ્યા સુધી જ પેટ્રોલ પંપ ચાલુ રહેશે. આ ઉપરાંત દરેક પેટ્રોલ પંપ પર એક કે બે માણસ 4 વાગ્યા પછી પણ હાજર રહેશે. જે પોલિસ, સરકારી વાહનો અને જીવન જરૂરી ચીજ વસ્તુઓ લઈ જતા વાહનોને પેટ્રોલ કે ડિઝલ આપશે.