અમદાવાદ મ્યુ.કો. દ્વારા થતી સુપર સ્પ્રેડરની ચકાસણી ખામીયુક્ત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાત દિવસ માટે જડબેસલાક બંધ જાહેર કરવામાં આવ્યું છે આ દિવસો દરમિયાન માત્ર દૂધ અને દવા દુકાન ખુલ્લી રહેશે જ્યારે શાકભાજીઓ અને કરીયાણા દુકાનો બંધ રહેશે સાત દિવસ બંધ તંત્ર દ્વારા ઝોનદીઠ રોજ 500 સુપર સ્પ્રેડર ના ચેકિંગ કરવામાં આવશે તંત્ર દ્વારા થયેલી કામગીરી દળી દળીને ઢાંકણીમાં કહેવતની યાદ અપાવે છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાર દિવસથી શાકભાજીના ફેરિયાઓની ચકાસણી કરવામાં આવી રહી છે તથા તેઓ તંદુરસ્ત જણાય તો તંત્ર દ્વારા તેમને કાર્ડ આપવામાં આવે છે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા દ્વારા શરૂ કરવામાં આવેલા આ પ્રક્રિયામાં સૌથી મોટી ખામી ફોટો વગરના કાર્ડ છે ઇન્ચાર્જ કમિશનર મુકેશકુમાર દ્વારા તેમાં સુધારો કરવામાં આવ્યો છે તથા ફોટો સાથેના કાર્ડ ઇસ્યુ કરવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે
તેમાં પણ દરિયા ના ફોટા કાર્ડની પાછળની સાઇડ લગાવવામાં આવી રહ્યા છે સાત દિવસ માટેના જડબેસલાક lockdown ના પ્રથમ દિવસે મનપા દ્વારા દૂધના વેપારીઓની ચકાસણી હાથ ધરવામાં આવી છે જેમાં જે તે વેપારી ના માત્ર ટેમ્પરેચર ની જ નોંધ લેવામાં આવે છે જેમાં શંકાસ્પદ લાગે તો દસ મિનિટ બાદ ફરીથી ચકાસણી કરાશે ત્યારબાદ રિપોર્ટના આધારે સેમ્પલ લેવામાં આવે છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થતી આ પ્રક્રિયા ખામીયુક્ત હોવાનું માનવામાં આવે છે
શહેરમાં કોઇ પણ લક્ષણ વગરના ૨૦૦ જેટલા કોરોના દર્દી મળી આવ્યા છે તેમને તાવ, શરદી કે ઉધરસ જેવા કોઈ લક્ષણો ન હતા તેથી શાકભાજી કે અન્ય સુપર સ્પ્રેડર ને માત્ર ટેમ્પરેચર ના આધારે સ્વસ્થ હોવાનું જાહેર કરવું ભારે પડી શકે છે તંત્ર દ્વારા રોજ જે ચકાસણી થાય છે તેમાંથી માત્ર પાંચ ફેરીયા માં કોઈ લક્ષણ ન હોય તેમજ કોરોના પોઝિટિવ હોય તો તેની જાણકારી પણ તંત્રને થવાની નથી તેથી આ પ્રકારની ચકાસણી ને અધુરી માનવામાં આવી રહી છે