અમદાવાદ રેલવે મંડળ પર કોરોના વોરિયર્સનું સન્માન
વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી શ્રી સુનિલ બિશ્નોઇ એ જણાવ્યું કે કાર્મિક વિભાગ દ્વારા આયોજીત આ સમ્માન સમારોહ માં મંડળ ના 1000 કર્મચારીઓ ને કોરોના મહામારી દરમિયાન રેલવે કર્મીઓ માં જાગરૂકતા ઉત્પન્ન કરવા અને ઉત્કૃષ્ટ કાર્ય નિષ્પાદન માટે મંડળ રેલ પ્રબંધક શ્રી દીપક કુમાર ઝા એ પ્રશસ્તિ પત્ર અને સ્મૃતિ ચિન્હ ભેટ આપીને સમ્માનિત કરવામાં આવ્યા. આ ઉપરાંત મંડળ ના બધાં સત્તર હજાર રેલ કર્મીઓ ને સર્ટિફિકેટ આપીને સમ્માન કરવામાં આવ્યું. પશ્ચિમ રેલ્વે ના અમદાવાદ મંડળ દ્વારા કોરોના સંક્રમણ ના વિકટ સમય માં ઉત્કૃષ્ટ કાર્ય કરનારા રેલવે ના અધિકારીઓ અને કર્મચારીઓ નો સન્માન સમારોહ આયોજીત કરવામાં આવ્યો.
લોકડાઉન અને આ વૈશ્વિક મહામારી દરમિયાન મંડળ ના નિષ્ઠાવાન રેલ્વે કર્મચારીઓ દ્વારા સુરક્ષિત ટ્રેન સંચાલન, વધુ ને વધુ શ્રમિક ટ્રેનો નું સંચાલન તથા પોતાના સામાજીક દાયિત્વ ને નિભાવતા નિસહાય અને જરૂરિયાતમંદોને ફૂડ પેકેટ અને રેશન કીટનું વિતરણ, સ્ટેશન પર કુલીઓ ને જરૂરી સામાન નું વિતરણ કરવામાં આવ્યું.
તથા આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વિતરણ તથા આ બિમારી ના રોકવા માટે ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા નિર્દેશો ના પાલન માટે રેલ પરિવારો અને જનજાગરણ અભિયાન ને સફળતા પૂર્વક સંચાલિત કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન અપર મંડળ રેલ પ્રબંધક શ્રી પરિમલ શિંદે અને તમામ વિભાગના વરિષ્ઠ શાખા અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.