અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યું
અમદાવાદ, કોરોના મહામારીનાં વધતા સંક્રમણ વચ્ચે રેલવે સેવા પુનઃ કાર્યરત થઈ છે. રેલવેમાં મુસાફરી કરતા પ્રવાસીઓને હવે કોરોનાથી બચાવવા માટે અમદાવાદ રેલવે સ્ટેશન પર એક ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે. જેનાં દ્વારા મુસાફર સ્ટેશન પરથી માસ્ક, સેનિટાઈઝર અને ઁઁઈ કીટની ખરીદી કરી શકશે. એ માટે રેલ્વે સ્ટેશન પર ખાસ વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યું છે. આ મશીનમાં ઓનલાઈન અને રોકડ વ્યવહારની પણ સુવિધા કરવામાં આવી છે.
સમગ્ર વિશ્વ હાલમાં કોરોના સામે જંગ ખેલી રહ્યું છે ત્યારે કોરોનાની આ મહામારી વચ્ચે હાલમાં ભારત પણ કોરોનાનાં કેસમાં ચોથા ક્રમાંકે પહોંચી ગયું છે. ત્યારે એવામાં ગુજરાતમાં અમદાવાદ પણ કંઈ પાછળ નથી. અહીં પણ રાજ્યમાં ૨૨ હજારને પાર કોરોનાનો આંકડો પહોંચી ગયો છે. ત્યારે એવામાં અમદાવાદમાં દિવસે ને દિવસે સતત વધી રહેલા કોરોનાનાં કેસો વચ્ચે અમદાવાદ રેલવે સ્ટેશન દ્વારા આ પ્રશંસનીય નિર્ણય લેવાયો.