અમદાવાદ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર પ્લાસ્ટિક બોટલ ક્રશર મશીન મુકાયું
ભારતીય રેલવેનું પહેલું સ્ટેશન
अहमदाबाद रेलवे स्टेशन पर सभी प्लेटफार्मो पर प्लास्टिक बाटल क्रशर मशीन की सुविधा भारतीय रेलवे का पहला स्टेशन
પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે તમામ પ્લેટફોર્મ પર પ્લાસ્ટિક બોટલ ક્રશર મશીન મુકવામાં આવેલ છે. જેથી અમદાવાદ રેલવે સ્ટેશન ભારતીય રેલવેનું એવું પ્રથમ સ્ટેશન છે જ્યાં તમામ પ્લેટફોર્મ પર પ્લાસ્ટિક વિરુધ્ધ ચલાવવામાં આવી રહેલ અભિયાનમાં સફળતા મળશે.
મંડળ રેલ પ્રબંધક શ્રી દિપક કુમાર ઝાએ (Deepak Kumar Jha) જણાવ્યું છે કે તાજેતરમાં જ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના (Indian Oil Corporation Limited) સહયોગથી ચાર પ્લાસ્ટિક બોટલ ક્રશર મશીન સીએસઆર હેઠળ પ્રાપ્ત થયેલ છે. જેનાથી અમને પ્લાસ્ટિક બોટલના યોગ્ય નિકાલમાં મદદ મળશે તથા સ્ટેશનને વધુ સ્વચ્છ રાખી શકાશે. અગાઉ સીએસાર હેઠળ રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝ લિ. ના સહયોગથી બે પ્લાસ્ટિક બોટલ ક્રશર મશીન પણ અમને પ્રાપ્ત થયેલ જેને યાત્રીઓ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહેલ છે.
આ પ્રસંગે આઈઓસીએલના ગુજરાત સર્કલના હેડ અને ઇડી શ્રી એસ એમ લામ્બા, જીએમ-એચઆર, લે. કર્નલ શ્રી એસ એસ નેગી તથા જીએમ શ્રી પી જે ત્રિવેદી અને સિનિયર ઈએનએચએમ શ્રી ફ્રેડરિક પેરિયત અને સ્ટેશન પ્રબંધક શ્રી જીજો જોસેફ પણ હાજર રહ્યા હતા.
plastic bottle crusher machine at all platform of ahmedabad kalupur railway station