અમદાવાદ રોજગાર કચેરી દ્વારા કોવિડ કાળની ટેલી-ઇન્ટરવ્યું શ્રેણીની ૮મી કડી પૂર્ણ
અમદાવાદ, ‘અસીમ-ASEEM’ અર્થાત ‘આત્મનિર્ભર સ્કિલ્ડ એમ્પલોયી-એમ્પલોયર મેપીંગ’ પોર્ટલ રાષ્ટ્રીય કૌશલ્ય વિકાલ નિગમ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ (કૃત્રીમ બુદ્ધીમતા)ના ઉપયોગથી આ પોર્ટલ ઉદ્યોગોની માંગ, માનવબળ આપૂર્તિ, શ્રમિકોની સ્થળાંતર ઢબ સમજવા અને ઉદ્યોગનીતી ઘડતરમાં અત્યંત ઉપયોગી નિવડશે. ‘પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના’, ‘નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન’ અને ‘દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના’ થકી પ્રાપ્ત ઉમેદવારોની માહિતી પણ આ પોર્ટલ સાથે જોડવામાં આવશે.
અમદાવાદ રોજગાર કચેરીના મદદનીશ નિયામક શ્રી એસ.આર. વિજયવર્ગિય જણાવે છે કે, ‘અસીમ’ વેબપોર્ટલ અને મોબાઇલ એપ્લીકેશન રોજગારવાંછુઓ અને ઉદ્યોગો/નોકરીદાતા માટેનું એક કોમન- પ્લેટફોર્મ છે જે અદ્યતન પણ છે. પોર્ટલ કોવિડ કાળમાં જ્યાં શ્રમિક/કારીગર સ્થળાંતર કરી ગયા છે તે શહેરો/રાજ્યોમાં હાલ પ્રાથમિક ધોરણે કાર્યરત થયું છે. અમદાવાદ અને ગુજરાતના અન્ય શહેરોમાં આગામી એક માસમાં આ પોર્ટલ કાર્યરત થઇ જશે. તેમ તેમણે ઉમેર્યું હતું.
ઉલ્લેખનિય છે કે કોરોના મહામારી વચ્ચે અમદાવાદ રોજગાર કચેરી દ્વારા નવી કાર્યરીતી અપનાવાતા રોજગાર પ્રદાનનું
કાર્ય અટક્યું નહીં. લોકડાઉન દરમિયાન અત્યાર સુધી કુલ ૮ ટેલી-ઇન્ટરવ્યું કમ ઓનલાઇન વેબીનાર થકી ૯૦૦થી વધું યુવાનોને રોજગારી મળી છે. આ યુવાનોએ ૯,૦૦૦ થી ૧૬,૦૦૦ સુધીના પગારની નોકરી મેળવી છે. ૮માં ઓનલાઇન ઇન્ટરવ્યુંમાં નોકરીદાતા તરિકી આવેલા વિકાસ વર્મા કહે છે કે, અમદાવાદ રોજરોગાર કચેરીના આ નવતર અભિગમથી કોરોના કાળમાં રોજગારવાંછુઓ અને નોકરીદાતા વચ્ચેનો સેતુ જળવાઇ રહ્યો છે. એન.એસ.ડી.સી. કૃત ‘અસીમ’ પોર્ટલ આવવાને કારણે અમે ઉત્સાહીત છીએ.