Western Times News

Gujarati News

અમદાવાદ : ર્સ્વનિભર કોલેજાેમાંથી મોટા ભાગની કોલેજાે બંધ થવાને આરે

Files Photo

અમદાવાદ: રાજ્યની ડીગ્રી એન્જિનિયરિંગ સહિત બી.બી.એ., બી.સી.એ. અને બીકોમની ર્સ્વનિભર કોલેજાેમાંથી મોટા ભાગની કોલેજાે બંધ થવાને આરે હતી, પરંતુ ધોરણ ૧૨ના માસ પ્રમોશન બાદ આ કોલેજાેમાં પણ હાઉસફુલનાં પાટિયાં લાગી શકે છે. એટલું જ નહીં, છેલ્લાં બે વર્ષથી ફીના મામલે દબાણ કરી રહેલી ર્સ્વનિભર કોલેજાે પણ ફી વધારો કરાવી ફરી એકવાર લૂંટફાટ ચલાવી શકે છે, જેનો ભોગ સામાન્ય વાલીઓ બનશે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૨માં માસ પ્રમોશન આપવામાં આવ્યા બાદ પરિણામ જાહેર થતાંની સાથે જ એન્જિનિયરિંગ સહિતની કોલેજાેમાં પ્રવેશ માટે લાંબી લાઈન થવાના તથા છેલ્લાં પાંચ વર્ષથી જે કોલેજાેનાં પાટિયાં ઊતરી જાય એવી સ્થિતિ હતી એવી કોલેજાેમાં પણ હાઉસફુલનાં બોર્ડ લગાવવા પડે એવી શક્યતા છે. ખાસ કરીને ગુજરાતમાં ડીગ્રી એન્જિનિયરિગ કોલેજાે ઉપરાંત બી.એસ.સી., બી.કોમ., બી.એ., બી.બી.એ. કોર્સમાં પ્રવેશ માટે ભારે ધસારો થશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૨નું પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ અંદાજે ૬.૮૩ લાખ વિદ્યાર્થીઓ કોલેજાેમાં પ્રવેશ માટે પાત્ર બનશે.

જેમાં યુનિવર્સિટી સાથે સંકળાયેલી તમામ કોલેજાે ઉપરાંત એન્જિનિયરિંગ સહિતના પ્રોફેશનલ અને નોન-પ્રોફેશનલ કોલેજનો પણ સમાવેશ થાય છે. વિવિધ યુનિવર્સિટીની બી.કોમ., બી.બી.એ.ની કોલેજાેમાં વિદ્યાર્થીઓના પ્રવેશથી ભીડ થશે અને તેથી યુનિ. માટે વધુ વર્ગ ખોલવાની મંજૂરી માગવામાં આવશે. તો અનેક સેલ્ફ ફાઇનાન્સ કોલેજાેએ ફી વધારાની પણ તૈયારી કરી છે. આ માટે છેલ્લાં બે વર્ષથી ફી મુદે દબાણ લાવી રહ્યા હતા, એમાં હવે સરકારની મજબૂરીનો લાભ લઇ જંગી ફી વધારો કરાવી શકે છે.

નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોના હિતમાં સીબીએસઇની પરીક્ષા રદ કરવાના લીધેલા ર્નિણય બાદ ગુજરાતના શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડ પરીક્ષાની તારીખો અને કાર્યક્રમ જાહેર કરી લીધા બાદ ૨ જૂને પરીક્ષા રદ કરવાનો ર્નિણય કર્યો હતો. સીબીએસઇની પરીક્ષા અંગેના ર્નિણય બાદ મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, શિક્ષણ વિભાગના અધિકારીઓ વચ્ચે સતત બેઠકો યોજાઈ હતી અને સીબીએસઇની પરીક્ષા રદ થયા બાદ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.૧૨ની પરીક્ષા અંગેની ફેર વિચારણા કરવી કે કેમ એ મામલે સતત મનોમંથન કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.