અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માત,બેના મોત

અમદાવાદ: અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ટ્રક અને આઈશર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ ગમખ્વાર અકસ્માતમાં બે લોકોનાં મોત નીપજ્યા છે. વાઠવાળી પાસે એક્સપ્રેસ વે પર ટ્રકને પાછળથી આઇશરે અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ટ્રક ડ્રાઇવરનું ઘટનાસ્થળે પર અને ટ્રક ક્લિનરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતા એક્સપ્રેસ હાઇવે પેટ્રોલિંગની ટીમ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી છે. મહેમદાવાદ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર વાઠવાળી પાસે મોડી રાતે ટ્રકની પાછળ આઇસર ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક ચાલકનું મોત નીપજ્યું છે.હાલ પોલીસ આ ટ્રક અને આઇસર કોની માલિકીનાં છે અને મૃતકો કોણ છે તે અંગે તપાસ શરૂ કરી છે.
નોંધનીય છે કે, મહેમદાવાદ તાલુકામાં પણ એક ગોઝારો અકસ્માત થયો હતો. મહેમદાવાદના સરસવણી અકલાચા રોડ પર શત્રુંડા પાટીયા પાસે આગળ ઊભેલા ફોરવીલ વાહનને ઓવરટેક કરવા જતા રીક્ષાએ બાઈકને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં બે મહિલાઓના મોત થયા છે. જ્યારે પાંચ વ્યક્તિઓને ઇજા થતાં તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
જેમાં તાલુકાનાં સરસવણી અકલાચા રોડ પર નવા શત્રુંડા પાટીયા નજીક પ્રાથમિક શાળા પાસેથી એક રીક્ષા નંબર જી જે ૭ વી ડબલ્યુ ૧૦૧૫ પેસેંજર ભરીને પસાર થતી રહી હતી. તે વખતે રોડ પર એક પીક અપ વાહન ઊભું હતું રિક્ષા ચાલકે આ ફોરવ્હીલ પીકપને ઓવરટેક કરી આગળ વધતાં સામેથી આવતા મોટરસાયકલ નંબર જીજે ૭ બી ઈ ૧૨ ૫૪ સાથે રિક્ષા અથડાતા અકસ્માત સર્જાયો હતો. મોટરસાયકલ પર બેઠેલા એક નાના બાળક સહિત ત્રણ જણાં ફંગોળાઈ ગયા હતા.