Western Times News

Gujarati News

અમદાવાદ શહેરના તમામ વિસ્તારો કોરોના મુક્ત થયા

અમદાવાદમાં કોરોના ધીરે ધીરે કાબૂમાં આવી રહ્યો છે, મંગળવાર સુધી શહેરમાં ૧ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન હતો

અમદાવાદ: અમદાવાદથી રાહત આપતા સમાચાર મળ્યાં છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં ૯૮ દિવસ બાદ પહેલીવાર ૧૦૦થી ઓછા કેસ નોંધાયા છે. નવા ૯૮ કેસ સામે ૨૭૫ દર્દી સાજા થયા છે. અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જાેકે, તેમાં સૌથી મોટી રાહતની વાત એ છે કે, શહેરમાં એકેય માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન નથી. અમદાવાદમાં કોરોના ધીરે ધીરે કાબૂમાં આવી રહ્યો છે, જે આંકડા પરથી જાણી શકાય છે. મંગળવાર સુધી શહેરમાં ૧ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન હતો.

ત્યારે શહેરના એકમાત્ર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન એવા ચાંદખેડાના કલાધામ ફ્લેટને પણ બુધવારે લિસ્ટમાંથી દૂર આવ્યો છે. ત્યારે હવે શહેરમાં એકેય માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી નથી. અમદાવાદ ધીરે ધીરે અનલોક તરફ વધી રહ્યું છે. અમદાવાદમાં અનેક છૂટછાટો આપવામાં આવી રહી છે. કહી શકાય કે અમદાવાદ કોરોના મુક્ત થવા પર આગળ વધી રહ્યું છે. એએમસી દ્વારા આ વિશે સત્તાવાર જાહેરાત કરવામાં આવી કે, આજના દિવસે એક પણ વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં નથી. તમામ વિસ્તારોને હટાવી લેવામાં આવ્યા છે. પરંતુ હજી પણ ત્રીજી વેવ આવવની સંભાવના છે. કોરોનાના કહેર હજી ઘટ્યો નથી. તેથી લોકોએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.