અમદાવાદ શહેરના પશ્ચિમ ઝોનમાં કોરોનાના કેસો વધ્યા

છુટછાટ આપવાના પગલે પરિÂસ્થતિ વિકટ બની ઃ ધંધા રોજગારો ચાલુ રાખવામાં સરકારે બનાવેલા નિયમોનો ખુલ્લેઆમ ભંગ ઃ યોગ્ય કાર્યવાહી કરવામાં નહિં આવે તો પશ્ચિમ ઝોન રેડઝોનમાં ફેરવાય તેવી દહેશત
અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. લોકડાઉન વચ્ચે અર્થતંત્રને પણ પાટા ઉપર લાવવા માટે છુટછાટો આપવામાં આવી રહી છે. પરંતુ છુટછાટોના કારણે પરિÂસ્થતિ ગંભીર બનવા લાગી છે. શહેરના રેડઝોન વિસ્તારમાં કોઈ છુટછાટ આપવામાં આવી નથી પરંતુ જે વિસ્તારોમાં છુટછાટો આપવામાં આવી છે તે વિસ્તારમાં હવે કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેના પગલે સરકાર અને કોર્પોરેશનનું તંત્ર વધુ ચિંતિત બન્યું છે. દેશના મુંબઈ, અમદાવાદ સહિત દસ જેટલા શહેરો હાલ કોરોનાનું મુખ્ય હબ બની ગયા છે. જેના પગલે આ દસ શહેરોમાં ટુંક સમયમાં જ કેન્દ્ર સરકાર દ્વારા સરવે કરી આગામી કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો છે. બીજી બાજુ રાજ્ય સરકારે અમદાવાદ શહેરના પશ્ચિમ ઝોનમાં છુટછાટો આપ્યા બાદ કોરોનાના કેસોમાં સતત વધારો થવા લાગતા આ વિસ્તારને હવે રેડઝોનમાં ફેરવવો પડે તેવી પરિÂસ્થતિ સર્જાઈ રહી છે.
દેશમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને તામિલનાડુમાં કોરોનાના સૌથી વધુ કેસો નોંધાયા છે. મહારાષ્ટ્ર સરકારે મુંબઈની પરિÂસ્થતિને જાતાં લોકડાઉન-૪માં કોઈ વિશેષ છુટછાટ આપી ન હતી. પરંતુ ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકડાઉનમાં છુટછાટો આપતા પરિÂસ્થતિ વધુ ગંભીર બની ગઈ છે.
અમદાવાદ શહેરના પશ્ચિમ ઝોનમાં રાજ્ય સરકાર દ્વારા રેડ ઝોન નહીં હોવાના કારણે પાનના ગલ્લા સહિતની દુકાનો ખોલવાની મંજૂરી આપી દીધી છે. જા કે કોરોનાથી નાગરિકો ખૂબ જ સાવચેત બની ગયા છે અને તેઓ પણ ગભરાઈ ગયા છે. સરકારે આપેલી છુટછાટોના કારણે પરિÂસ્થતિ વધુ વિકટ બને તેવી દહેશત નાગરિકોમાં સેવાઈ રહી છે. કેટલાક ધંધા રોજગારો શરતોને આધીન શરૂ કરવાની મંજૂરી આપી છે પરંતુ આ તમામ સ્થળોએ સરકારના નિયમોનો ભંગ થઈ રહ્યો છે. કાલુપુર માર્કેટ પ્રથમ દિવસે જ બંધ કરાવી દેવાની ફરજ પડી હતી. આ ઉપરાંત અન્ય ધંધાના સ્થળો ઉપર પણ સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવામાં આવતું નથી.
લોકડાઉન-૪ની મુદત પુરી થવાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યાં છે ત્યારે લોકડાઉન પાંચમાં કેટલી છુટછાટો આપવામાં આવશે તેના પર સૌ કોઈની નજર છે. પરંતુ વર્તમાન Âસ્થતિ જાતાં સરકાર હવે કોરોનાને બદલે દેશનું અર્થતંત્ર મજબૂત કરવા માટે પ્રયત્નો કરી રહ્યું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. અમદાવાદ શહેરમાં પશ્ચિમ ઝોનની અંદર અપાયેલી છુટછાટોના પગલે આ ઝોનના વિસ્તારોમાં પરિÂસ્થતિ વિકટ બનવા લાગી છે.
શહેરમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. પહેલા રેડ ઝોન તેમજ કન્ટેન્મેન્ટ વિસ્તારોમાં વધારે કેસો સામે આવી રહ્યાં હતા. પરતું લોકડાઉન-૪ બાદ પશ્ચીમના વિસ્તારોમાં કોરોના દર્દીઓમાં અચાનક વધારો થતા Âસ્થતિ ગંભીર બની છે. શહેરના ઓરેન્જ ઝોન વિસ્તારો પણ ઝડપથી રેડ ઝોન તરફ જઈ રહ્યાં છે.
પશ્ચિમ ઝોનમાં વેજલપુરમા, સરખેજ, ઘાટલોડીયા, ચાંદલોડિયા, થલતેજ, નવરંગપુરા સહિતના વિસ્તારોમાં લોકલ સંક્રમણ વધવાને કારણે નવા કેસો સામે આવી રહ્યાં છે. ગઈકાલે ર૮મેની સાંજથી ર૯મેની સાંજ સુધીમાં શહેરમાં કોરોનાના રપ૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે ૧૮ દર્દીના મૃત્યુ થયા છે. અને ૪૬૮ દર્દી સાજા થયા છે. આ સાથે અમદાવાદમાં અત્યાર સુધીમાં કેસનો આંકડો ૧૧,પ૯૭ અને કુલ મૃત્યુઆંક ૭૯૮ થયો છે. જ્યારે પ૭૯૯ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. શહેરના પશ્ચિમ ઝોનમાં કોરોનાનો ખતરો વધ્યો, ઓરેન્જ ઝોન વિસ્તારો રેડ ઝોનમાં ફરે તેવી Âસ્થતિ સર્જાઈ છે. લોકલ સંક્રમણ વધવાને કારણે પશ્ચિમ ઝોનમાં પણ નવા કેસો સામે આવી રહ્યાં છે.
લોકડાઉન-૪માં રાજ્ય સરકારે મોટાભાગના વેપાર-ધંધાઓમાં છૂટછાટ આપી છે. જેથી બાપુનગર-નિકોલમાં હીરાના કારખાનાઓ પણ શરૂ થઈ ગયા છે. પરંતુ કેટલાક કારખાનાઓમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ પણ જાવા મળ્યો છે. નિકોલમાં લોકડાઉનના નિયમનો ભંગ થયાનો વીડિયો વાયરલ થયો છે જેમાં એક હીરાની ઘંટીમાં બેની જગ્યા પર ચાર-ચાર કારીગરો કામ કરી રહ્યાં હોવાનું દેખાય છે. નિકોલ વિસ્તાર પણ હોટસ્પોટ બની શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
સરકારે કંપનીઓને ૩૦