Western Times News

Gujarati News

અમદાવાદ શહેરના હવામાનમાં પલ્ટો

(તસવીરઃ જયેશ મોદી, અમદાવાદ)

ગઈકાલે સાંજે ભારે પવન ફૂંકાતા આંધીની અસર-
વરસાદ પડવાની શક્યતા જાેતું હવામાન ખાતું

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ‘વાયુ’ વાવાઝોડાની દિશા ઓમાન તરફ બદલાઈ હોવા છતાં આગામી ૪૮ કલાક સુધી તેની અસર સૌરાષ્ટ્ર તથા સુરતના દરિયા કાંઠના વિસ્તારોમાં વધુ જાવા મળશે. સમાચારમાં જણાવ્યા અનુસાર હાલ ‘વાયુ’ વાવાઝોડું પોરબંદરથી ૧૩૦ કી.મી. દુર છે. પવનની ગતિ ૧૬૦ કી.મી.ની રહેશે તેમ હવામાન ખાતું જણાવે છે. સૌરાષ્ટ્રમાં દરિયો આજે ગાંડોતૂર બની રહ્યો છે.

શહેરમાં ‘વાયુ’ વાવાઝોડાની અસર ગઈકાલેથી જાવા મળી રહી છે. ગઈકાલે સાંજના એકાએક પવન ફૂંકાતા, આંધી જેવુ વાતાવરણ સર્જાયુ હતુ. પવનની ઝડપ ૩૦ થી ૪૦ કી.મી.ની હોવાનું જાણવા મળે છે. ઘણે ઠેકાણે છાપરા ઉડ્યા હોવાના સમાચાર સાંપડ્યા છે.

આજે સવારથી જ પવન ફૂંકાવા માંડ્યો છે. આકાશ પણ વાદળછાયું છે અને હવામાનની આગાહી મુજબ શહેરમાં હળવો તથા ભારે વરસાદ પડવાની આગાહી છે. ગઈકાલે સાંજના પણ કેટલાંક વિસ્તારોમાં વરસાદના હળવા ઝાપટાં તો કેટલાંક વિસ્તારોમાં છાંટા પડ્યા હોવાનું જાણવા મળે છે.
હવામાનમાં વાવાઝોડાને કારણે પલ્ટો આવવાને કારણે ગરમી ઓછી થઈ છે. પરંતુ બફારા ચાલુ છે. તેથી હજુ પણ લોકો ઉકળાટ અનુભવી રહ્યા છે. વાવાઝોડું ઓમાન તરફ ફંટાયુ, વાવાઝોડાથી થતાં નુકશાન તથા થતી જાનહાનિની ભીતિથી લોકો રાહત અનુભવી રહ્યા છે.

વાવાઝોડાની અસરને કારણે સવારથી જ ભારે પવનથી, ગર્જના કરતો વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં ભારે પવન સાથે વરસાદ તોફાની બન્યો છે. અને હવામાખાન ખાતાની આગાહી મુજબ ૪૮ કલાક સુધી વરસાદ ચાલુ રહેશે. નવસારીમાં પણ સવારથી તોફાની વરસાદ શરૂ થયો છે.

સૌરાષ્ટ્રમાં આવેલ વેરાવળમાં દરિયો ગાંડોતૂર બની રહ્યો છે. દરિયાના મોજા ર૦ થી રપ ફૂટ ઉંચાઈ પર મોજાઓ ઉઠતા રહ્યા છે. ચોરવાડ કોડીનાર તથા દ્વારકાના દરિયાના પાણી ગામમાં ઘુસી રહ્યા છે. ‘વાયુ’ વાવાઝોડાનસ દિશા બદલાઈ ગઈ હોવા છતાં તેની ઘેરી અસર હજુ પણ જાવા મળી રહી છે. દ્વારકાના દરિયામાં કરન્ટ વધી રહ્યો છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં ઘણે ઠેકાણે વીજળી પણ ડૂલ થઈ ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.