અમદાવાદ શહેરના ૧૦ લાખ નાગરીકોએ વેક્સીન લીધી
ટાગોર હોલ સેન્ટર ખાતે ૬૪ હજાર વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા-૧૮ થી ૪૪ વય જુથમાં ત્રણ લાખ યુવાનોએ વેક્સીન લીધી
અમદાવાદ શહેરમાં બે-ત્રણ મહીનામાં હર્ડ ઇમ્યુનીટી આવી જાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, કોરોના સામે રક્ષણ મેળવવા માટે વેક્સીન જ અંતિમ શસ્ત્ર છે તે બાબત શહેરીજનોને મોડે મોેડે પણ સમજમાં આવી છે. જેના કારણે, વેક્સીનેશન કેન્દ્રો પર ભારે ભીડ જાેવા મળી રહી છે. તેમજ અમૂક કેન્દ્રો પરતો બપોરે જ વેક્સીન ખતમ થઈ જતી હોવાની ફરીયાદો પણ આવી રહી છે.
વેક્સીન નો સ્ટોક આવી ગયો હોવાથી તેની અછત દૂર થશે તેમજ નાગરીકોને પણ રાહત થશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે જ્યારે નાગરીકોમાં આવેલી જાગૃતતાના કારણે અમદાવાદ શહેરમાં બે-ત્રણ મહીનામાં હર્ડ ઇમ્યુનીટી આવી જાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.
શહેરના લગભગ ૨૦ ટકા નાગરીકોએ વેકસીનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. સારી બાબત એ છે કે શહેરના તમામ વિસ્તારના વેક્સીન કેન્દ્રો પર મોટી સંખ્યામાં વેક્સીનેશન થઈ રહ્યુ છે. મે મહીનના પ્રથમ સપ્તાહમાં ૧ લાખ ૭૨ હજાર નાગરીકોએ વેક્સીન લીધી હતી. શહેરના ટાગોર હોલ, જાેધપુર અર્બન, ઘાટલોડીયા અર્બન પર ખૂબ જ મોટી સંખ્યામાં વેક્સીનેશન થઈ રહ્યું છે.
અમદાવાદ શહેરના નાગરીકો ખરા અર્થમાં “સ્માર્ટ” બની ગયા છે. શહેરના ૧૪,૨૫,૭૦૨ નાગરીકોએ કોરોના વિરોધી રસીનાં ડોઝ લીધા છે. જેમાં ૧૦,૫૮,૯૪૧ નાગરીકોએ પ્રથમ ડોઝ ૩૬૬૭૬૧ નાગરીકોએ બંને ડોઝ લીધા છે. શહેરમાં જાન્યુઆરી મહીનામાં વેક્સીનેશનની શરૂઆત થઈ હતી તે સમયે હેલ્થ વર્કર તેમજ ફ્રન્ટલાઈન વર્કરને જ વેક્સીન આપવામાં આવતી હતી.
૧૬ થી ૨૨ જાન્યુઆરી દરમ્યાન માત્ર ૫૦૨૮ લોકોએ વેક્સીન મુકાવી હતી. ૨૩ થી ૨૯ જાન્યુઆરી દરમ્યાન ૧૬૩૪૯ , ૩૦ જાન્યુઆરી થી ૦૫ ફેબ્રુઆરી દરમ્યાન ૨૪૮૩૧ તથા ૬ થી ૧૨ ફેબ્રુઆરી દરમ્યાન ૩૮૯૬૩ લોકોએ વેક્સીનના પ્રથમ ડોઝ લીધા હતા.
એપ્રિલ મહીનામાં કોરોનાનો કહેર વધતા નાગરીકો જાગૃત થયા હતા તેમજ ૩ થી ૦૯ એપ્રિલ દરમ્યાન ૧,૭૭,૧૦૯ નાગરીકોએ વેક્સીન લગાવી હતી. જે અત્યાાર સુધી કોઈપણ સપ્તાહમાં લગાવવામાં આવેલ વેક્સીનના શ્રેષ્ઠ આંકડા છે. પહેલી મે થી ૧૮ થી ૪૫ વર્ષનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
૧લી ેમે થી ૭ મે સુધી ૧,૭૨,૩૫૬ નાગરીકોએ વેક્સીનના ડોઝ લીધા હતા. જેમાં ૬૦૯૬૯ નાગરીકોએ બીજાે ડોઝ લીધો હતો. શહેરના ૧૪૧૦૮૪૩ નાગરિકોએ કોવિશિલ્ડ અને ૧૪૮૫૯ નાગરીકોએ કોવેક્સીન રસી લીધી છે. જ્યારે ૫,૮૫,૨૫૦ પુરૂષો, ૪,૭૩,૬૦૩ સ્ત્રી તેમજ અન્ય ૮૮ લોકો રસી લઈ કોરોના સામે રક્ષણ મેળવવા સક્ષમ બન્યા છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વયજૂથ મુજબ તબક્કાવાર રસીકરણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. વયજૂથ મુજબ જાેવામાં આવે તો ૧૮ થી ૩૦ વર્ષની વયના ૧,૨૦,૧૪૧, ૩૦ થી ૪૫ વયજુથમાં ૧,૭૮,૨૩૫, ૪૫ થી ૬૦ ના જુથન્માં ૪,૧૯,૯,૬૭ તથા ૬૦ કે તેથી વધુ વયના ૩,૪૦,૨૫૧ નાગરીકોએ વેક્સીન લીધી છે.
શહેરના માત્ર દસ દિવસમાં જ વેક્સીન જ ત્રણ લાખ યુવાનોેએ વેક્સીન લીધી છે જેે સારા સંકેત છે. શહેરના મોટા ભાગની વેક્સીન સાઈટો પર ભારે ઘસારો જાેવા મળે છે. પરંતુ ટાગોર હોલ કેન્દ્ર પર વડીલો એ રંગ રાખ્યો છે. ટાગોર હોલ કેન્દ્ર પર ૬૪૪.૧૬ વેક્સીનના ડોઝ લગાવવામાં આવ્યા છે.
જાેધપુર પ્રા. અર્બન સેન્ટર પર ૨૧૦૧૬, ઘાટલોડિયા અર્બન પર ૩૩૫૨૯, ગોતા અર્બન પર ૨૯૦૨૮, બોડકદેવ અર્બન સેન્ટર પર ૨૯૦૨૮, બોડકદેવ અર્બન સેન્ટર પર ૧૯૨૮૭, આંબલી અર્બન પર ૨૯૨૦૯, નિકોલ સેન્ટર પર ૧૭૦૯૩, સ્વામી મંદીર મણીનગર ખાતે ૧૩૧૨૬, નગરીહોસ્પિટલમાં ૧૧૭૯૧, જીએમઆરએસ ખાતે ૧૧૪૬૮, એસવીપી ખાતે ૧૩૦૪૫, યુ એન મહેતા સેન્ટર પર ૧૧૫૨૩ તેમજ પોલિયો ફાઉન્ડેશન પર ૧૦ લોકોને વેક્સીન મુકવામાં આવી છે.