અમદાવાદ શહેરના ૮,૬૯,૫૮૭ રાશન કાર્ડધારકોને અનાજ મળ્યું
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ અમદાવાદ શહેરના ૧,૦૭,૫૫૯ કાર્ડ ધારકોને અનાજ મળ્યું
લોકડાઉન અમદાવાદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી સ્થાનિકો દ્વારા રજૂઆતના પગલે વહીવટી તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી કરી રાશન વિતરણની તમામ ફરિયાદોનો ઝડપી ઉકેલ લાવવામાં આવ્યો છે. આવા ૨૦થી વધુ કિસ્સામાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ફરિયાદ મળ્યાના દિવસે જ નાગરિકોની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો છે.
અમદાવાદના સરદારનગર છાપરા વિસ્તારના શિવશક્તિ નગરમાંથી મળેલી ફરિયાદને પણ ગંભીરતાપુર્વક લઈ જિલ્લા વહીવટી તંત્રના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા તાત્કાલિક જરૂરિયાતવાળા તમામ લોકોને સ્થળ ઉપર જ ‘અન્ન બ્રહ્મ’ યોજના હેઠળ રાશન-કીટ વિતરણ કરી ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લામાં આજદિન સુધી આજદિન સુધીમાં જીલ્લા વહીવટી તંત્ર અને સેવાભાવી સંસ્થાઓના મદદથી ૩૦૩૪૯૬૭ જેટલા ફુડ-પેકેટ તેમજ ૩૪૭૧૭ જેટલી રાશન કીટનું વિતરણ કરવામાં આવેલ છે. અમદાવાદ શહેર વિસ્તારમાં “અન્નબ્રહ્મ યોજના” હેઠળ કુલ ૧૦૭૪૨૧ લોકોને તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૪૧૭૦૯ મળી કુલ ૧૪૯૧૩૦ લોકોને ફુડ-બાસ્કેટનું વિતરણ કરવામાં આવેલ છે.
શિવશકિતનગર છાપરા વિસ્તાર તરીકે ઓળખાય છે જેમાં ૧૭૦ જેટલા કુટુંબો વસવાટ કરે છે, તેમાંથી ૯૬ જેટલા કુટુંબો NFSA / NON NFSA-APL-1 કાર્ડ ધરાવે છે. અને આ તમામ રેશનકાર્ડ ધારકો પૈકી NFSA રેશનકાર્ડ ધારકોને ચાલુ માસે. ૧ એપ્રિલ થી ૭ એપ્રિલ સુધીના પ્રથમ તબકકામાં ધારાધોરણ મુજબ ઘઉં, ચોખા, ચણાદાળ, ખાંડ, અને મીઠા નો જથ્થો આપવામાં આવેલ છે. ત્યારબાદ ચાલુ માસે. તા.૧૩ એપ્રિલ થી ૧૮ એપ્રિલ ના સમયગાળા દરમિયાન તમામ NON NFSA APL-1 કાર્ડ ધારકોને સરકારશ્રીના ધારાધોરણ મુજબ ઘઉં, ચોખા, ચણાદાળ, ખાંડ, નો જથ્થો આપવામાં આવેલ છે. હાલમાં પણ ચાલુ માસે. તા. ૨૫ એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધીના સમયગાળામાં તમામ NFSA કાર્ડ ધારકોને તેમજ NON NFSA BPL કાર્ડ ધારકોને P.M.G.K.A.Y ( પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના) હેઠળ વ્યકિત દિઠ ઘઉં અને ચોખાનું વિતરણ કરવામાં આવી રહયુ છે.
આ વિસ્તારમાં કેટલાક કુટુંબો પાસે રેશનકાર્ડ ન હોવાનું અને છુટક મજુરી કરીને પોતાનું જીવન નિર્વાહ કરતા હોવાનું જણાઇ આવતા આવા રેશનકાર્ડ વગરના ૯૬ કુટુંબોને તાત્કાલિક અસરથી સ્થળ ઉપર જ વિગતો મેળવીને સરકારશ્રીની અન્નબ્રહ્મ યોજના હેઠળ ઘઉં, ચોખા, ચણાદાળ, ખાંડ અને મીઠાનો જથ્થો આપવાની કામગીરી હાથ ધરવામાં આવેલ અને શિવશકિતનગર છાપરા વિસ્તારમાં રેશનકાર્ડ ન ધરાવતા તમામને અન્નબ્રહ્મ યોજના હેઠળ આવરીલઇ મળવાપાત્ર અનાજનો જથ્થો આપવામાં આવેલ છે.
ઉપરોકત યોજનાઓ હેઠળ સમગ્ર માસ દરમ્યાન અનાજ આપવામાં આવેલ છે. તે ઉપરાંત જે લોકો રેશનકાર્ડ ધરાવતા નથી તેમજ લોકડાઉનમાં પોતે મજુરી કે વ્યવસાય કરી શકતા નથી આવા રેશનકાર્ડ વિહોણા લોકોને અન્નબ્રહમ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે ઉપરાંત હાલમાં પણ આ કામગીરી સતત ચાલુ છે.