અમદાવાદના 27 વિસ્તારોમાં રાત્રે 10.00 વાગ્યા પછી દુકાનો રહેશે બંધ: ફક્ત દવા જ મળશે
અમદાવાદ : અમદાવાદમાં કોરોના વાયરસના પગપેસારાને ફેલાતો અટકાવવા માટે ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી ડૉ.રાજીવ ગુપ્તા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિર્ણય મુજબ અમદાવાદ શહેરના 27 વિસ્તારોમાં રાત્ર 10.00 વાગ્યા પછી કોઈ પણ દુકાન ખુલ્લી નહીં રહે જેમાં દવાની દુકાનો અપવાદ છે.
અમદાવાદમાં કેફે અને રેસ્ટોરાંના એપી.સેન્ટર ગણાતા આ રંગીલા વિસ્તારોમાં યુવાનોના ટોળાઓ જામતા હોવાની રાવ ઉઠી હતી અને તેના કારણે કોરોનાનો ફેલાવો વધી રહ્યો હતો.
જોકે, વધુ સ્થિતિ વણસે તે પહેલાં ગુપ્તાએ એક જોતા લૉકડાઉનનો એક નિયમ પકડીને તેને લાગુ કરી દીધો છે.
દેશમાં અનલૉક 5.00 લાગુ થાય તે પહેલાં અમદાવાદમાં રાત્રે આ વિસ્તારોમાં ભીડ એકઠી ન કરવા દેવાની કવાયત શરૂ થઈ ગઈ છે. આજે બહાર પાડેલા એક આદેશમાં ડૉ.ગુપ્તાએ આ વિસ્તારોના નામ પણ આપી દીધા છે.