અમદાવાદ શહેરની “ધનવંતરી રથ” ની ટીમ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી

ધનવંતરી રથની ૧૨૫ ટીમ દ્વારા ૪૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરાયું-“પર્યાવરણ એ જ જીવન” નો સંદેશ આપ્યો
અમદાવાદ શહેરમાં કોરોના કાળમાં છેલ્લા એક વર્ષથી શહેરીજનોની આરોગ્ય સુખાકારી માટે ધન્વતરી આરોગ્ય રથની ટીમ કાર્યરત છે. આજે અમદાવાદ શહેરના વિવિધ સ્થળોએ ધન્વતરી રથની ટીમ દ્વારા “વિશ્વપર્યાવરણ દિન”ની ઉજવણી કરવામાં આવી હતી.
અમદાવાદ શહેરના ધન્વતરી રથની ૧૨૫ ટીમ દ્વારા શહેરના અર્બન હેલ્થ સેન્ટર થી લઇ વિવિધ વર્કીંગ સાઇટ પર થઇ ૪૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતુ.
“પર્યાવરણએ જ જીવન”નામંત્રનેઅપનાવીશહેરનાવિવિધસ્થળોએવૃક્ષારોપણકરીને નગરજનોને પ્રકૃતિના જતનનો સંદેશો પાઠવ્યો હતો