અત્યાધુનિક ફેસિલિટી સાથેની અમદાવાદને મળી બ્રેઈનકેર હોસ્પિટલની ભેટ
ડો. વૈભવ જોશી M.D.(Psychiatry) દ્વારા બ્રેઈનકેર હોસ્પિટલની સ્થાપના કરાતા આરોગ્ય મંત્રી સહીતના મહાનુભાવો હાજર રહ્યા હતાં.
અમદાવાદમાં અત્યાધુનિક સુવિધા સાથેની બ્રેઈનકેર હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. ઉત્તમ પ્રકારની સારવાર મળી રહે માટે ડો. વૈભવ જોશી M.D. (Psychiatry) દ્વારા આ હોસ્પિટસની સ્થાપના અમદાવાદ અને ગુજરાત તેમજ અન્ય પેશન્ટ્સની જરૂરીયાતને ધ્યાનમાં રાખી કરવામાં આવી છે. મની પ્લાન્ટ બિઝનેશ હબ, બીજો માળ,એસ. જી. હાઈવે અમદાવાદ ખાતે આ સેવા લોકોને હવેથી ઉપલબ્ધ કરવામાં આવશે.
બ્રેઈનકેર હોસ્પિટલનો શુભારંભ પ્રસંગે કેબિનેટ કક્ષાના આરોગ્ય મંત્રી માન. શ્રી ઋષિકેશ પટેલ સાહેબ તથા રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ સહીતના મહાનુભાવો અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
બ્રેઈનકેર હોસ્પિટલ આગામી સમયમાં નવા આયામાે સર કરશે એ પ્રકારના વિઝનથી અને દરેક પ્રકારની ઉત્તમ પ્રકારની સરવાર આપવાના હેતુસર આ હોસ્પિટ બનાવવામાં આવી છે. બ્રેઈન કેર હોસ્ટિરટ ISO 9001 અને ISO 45001 ના વિશેષ પ્રમાણપત્રો ધરાવતી હોસ્પિટલ છે.
બ્રેઈનકેર હોસ્પિટલમાં ૨૪ X ૭ માં ઈમરજન્સી કેર સેન્ટર, સાઈકીયાટ્રીક ICU ફેસિલિટી, ઇન્ડોર સુવિધા, ન્યુરોસ્ટીમ્યુલેશન થેરપી, ડેડિકેશન, તણાવ વ્યવસ્થાપન, કાઉન્સિલ સેન્ટર, બાળ માર્ગદર્શન સુવિધા જેવી મેડીકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ ઉપરાંત, બ્રેઈનકેર હોસ્પિટલમાં મગજ અને માનસિક રોગો, માથાના દુખાવા, યાદ શક્તિ, વ્યસન મુક્તિ, બાળ મનોરોગ, કાઉન્સીલીંગ કેન્દ્ર જેવી આધુનિક સવલતો ઉપલબ્ધ કરાવવામાં આવી છે