અમદાવાદ શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો
સોશિયલ ડીસ્ટન્સનો અભાવ ઃ મોટાભાગના વિસ્તારોમાં લોકડાઉનના નિયમોનો ખુલ્લેઆમ ભંગ ઃ કોરોનાની Âસ્થતિ ખૂબ જ વિકટ બનવાની દહેશતથી નાગરિકોમાં ફફડાટ
અમદાવાદ, અમદાવાદ શહેરમાં લોકડાઉન બાદ નદીપારના વિસ્તારોમાં કેટલીક છુટછાટો આપવામાં આવી છે જા કે માત્ર એલીસબ્રીજ અને સુભાષબ્રીજ ચાલુ રાખવામાં આવતા બન્ને બ્રીજા ઉપર વાહનોની ભારે ભીડ જાવા મળી રહી છે. અને વાહનોની લાંબી લાંબી કતારો લાગી જાય છે. આ બન્ને બ્રીજા ઉપર ટ્રાફિક પોલીસના કર્મચારીઓ પણ તહેનાત હોય છે.
અમદાવાદ શહેર કોરોના વાયરસનું મુખ્ય હબ બની ગયું છે. દેશમાં કોરોનાના સૌથી વધુ કેસો મુંબઈ અને ત્યારબાદ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. મુંબઈ શહેરમાં સ્થિતિ ખૂબ જ સ્ફોટક જાવા મળી રહી છે જેના પગલે મહારાષ્ટ્ર સરકારે મુંબઈમાં ખૂબ જ મર્યાદીત રીતે છૂટછાટો આપી છે. બીજા નંબરે મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ કેસો નોંધાયા છે. ગુજરાતમાં પણ કોરોનાની Âસ્થતિ ખૂબ જ વિકટ બની ગઈ છે.
આ પરિÂસ્થતિમાં ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદ શહેરમાં લોકડાઉનની સ્થિતિમાં કોઈ છૂટછાટ નહીં આપવામાં આવે તેવું મનાતું હતું પરંતુ ગુજરાત સરકારે અમદાવાદ શહેરમાં નદીપારના વિસ્તારોમાં છુટછાટ આપી દેતા હવે રસ્તા ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાવા લાગ્યા છે. અર્થતંત્ર પાટા ઉપર આવે તે માટે ધંધા-રોજગારોને છૂટ આપવામાં આવી છે જેના પગલે નદીપારના વિસ્તારમાં દુકાનો પણ ખુલી ગઈ છે. ગઈકાલે રાજ્ય સરકારે શહેરી વિસ્તારમાં પણ છુટછાટો આપી છે આમ અમદાવાદ શહેરમાં હવે પરિÂસ્થતિ સામાન્ય બનવા લાગી છે. પરંતુ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જાવા મળી રહ્યો છે.
અમદાવાદ શહેરમાં છુટછાટો આપવાના કારણે દુકાનદારો અને શ્રમિકો પોતાના ધંધા રોજગાર માટે ઘરની બહાર નીકળવા લાગ્યા છે. ગઈકાલ સવારથી જ શહેરમાં વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી આ ઉપરાત શહેરના મોટાભાગના ટ્રાફિક જંકશનો ઉપર ટ્રાફિક પોલીસ તહેનાત કરી દેવાયા છે.
અમદાવાદ શહેરમાં હાલ માત્ર એલીસબ્રીજ અને સુભાષબ્રીજ ખુલ્લા રાખવામા આવ્યા છે જેના પરિણામે આ બન્ને બ્રીજા ઉપર ભારે ભીડ જાવા મળી રહી છે. એલીસબ્રીજ ઉપર બન્ને બાજુ ગાડીઓની લાઈનો લાગી જાય છે જેના પરિણામે ટ્રાફિક પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડે છે. આ પરિÂસ્થતિમાં વાહન ચાલકો પણ ભારે મુશ્કેલીમાં મુકાય છે. અમદાવાદ શહેરમાં દેશભરમાં બીજા નંબરે સૌથી વધુ કોરોનાના કેસો હોવા છતાં વ્યાપક પ્રમાણમાં અપાયેલી છુટછાટોથી નાગરિકોમાં ફફડાટ ફેલાયેલો છે.
જેના પરિણામે કેટલાક નાગરિકો હજુ પણ ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. બે દિવસથી અપાયેલી છુટછાટ બાદ આગામી ચાર દિવસ પછી શહેરમાં કોરોનાના કેસો કેટલા વધે છે તેના પર તમામની નજર મંડાયેલી છે. અમદાવાદ શહેરમાં સર્જાયેલી કોરોનાની Âસ્થતિમાં કેટલાક વિસ્તારો રેડ ઝોનમાં છે પરંતુ તેની આસપાસના વિસ્તારોમાં છુટછાટો આપવામાં આવતા હવે આ નાગરિકો અન્ય વિસ્તારમાં જઈ રહ્યાં છે. જેના પરિણામે મ્યુનિસિપલ તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.
અમદાવાદ શહેરમાં અપાયેલી છુટછાટોના પગલે મોટાભાગના રસ્તાઓ ઉપર વાહનોની લાઈનો જાવા મળી રહી છે. આઉપરાંત કેટલાક સ્થળો ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. આ તમામ પરિÂસ્થતિમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની અપીલના લીરેલીરા ઉડી રહ્યાં છે.