અમદાવાદ શહેરમાં તસ્કરો બેફામ બન્યા

વાડજ સોલા, દરીયાપુરમાં ઘરફોડઃ જમાલપુર યુવકની નજર ચુકવી ચોરી |
અમદાવાદ : શહેરનાં વાડજ સોલા તથા દરીયાપુરમાં ઉપરાંત જમાલપુર વિસ્તારમાં ચોરીની ઘટના બની છે. નવા વાડજ નિર્ણય નગર ખાતે રહેતા અમરીષભાઈ પંચાલે ફરીયાદ નોધાવી છે કે તે મુંબઈ ખાતે નોકરી કરે છે અને અમદાવાદ ઘરે આવતા જતા રહે છે.
બે દિવસ અગાઉ તે નિર્ણયનગર ખાતેના ઘરે પરત ફર્યા અને રાત્રી સુતા બાદ બીજા દિવસે સવારે મુખ્ય દરવાજા લોક તુટેલા જાવા હતા તમામ કરતા તિજારીમાંથી અજાણ્યા શખ્શો સોના ચાદીના દાગીના તથા રોકડ મળીને કુલ સવા ત્રણ લાખની મતો ચોરી ગયાનું જાણવા મળ્યુ હતુ.
સોલા વિસ્તારમાં લાયન્સ કર્ણાવતી શાતાબેન પટેલ આંખની હોસ્પિટલમાં આવેલી દવાની દુકાનમાંથી ચોરો દરવાજા સળીયો કાપી દવાઓ તથા રોકડ સહીતની મત્તા ચોરી ગયા છે જે અંગે હોસ્પીટલના અધિકારીએ ફરીયાદ નોધાવી છે.
જ્યારે દરીયાપુરમાં વચલી કોર્ટ શેરી કડીયાનાકા ફુટી મસ્જીદ ખાતે રહેતા યોગેશ કડીયાએ ફરીયાદ નોધાવી છે કે કેટલાક દિવસો અગાઉ તેમના તથા તેમના પાડોશીના ઘરના તાળા તોડી તસ્કરો સોના ચાદીના દાગીના તથા રોકડ સહીત કુલ એક લાખની વધુની મતા ચોરી થઈ હતી જ્યારે જમાલપુર નજીક ખાસ બજાર ચોકી પાસેથી એક રાજસ્થાની યુવાન મદ્રાસ જતો હતો ત્યારે તેના બેગની ચોરી થઈ હતી જેમા તેતાલીસ હજારની મતા હતી.
અમદાવાદ શહેરમાં પોલીસ સ્ટેશન દ્વારા ૨૪ કલાક પેટ્રોલીગ કરવામાં આવી રહી છે ઉપરાત ઠેર ઠેર સીસીટીવી કેમેરા લગાવામાં આવ્યા છે તેમ છતા શહેરમાં ચોરીની ઘટના અટકતી નથી પોલીસ દ્વારા સતત પેટોલિગ કરવામાં આવે છે મોટા ભાગના વિસ્તારોમાં ઘરફોડ ચોરીને ઘટનાઓ સામે આવી રહી છે
અવરનવર આવી ઘટનાઓ બનાવા છતા પોલીસના ચોરો સુધી પહોચવામા નિષ્ફળ ગઈ છે ત્યારે આ Âસ્થતિ ચોર અને તસ્કરો માટે વધુ અનિકુળ હોય તેમ તસ્કરો બેફામ બનીને ધોળા દિવસે પણ ગુનાઓને અજામ આપી રહ્યા છે. આ Âસ્થતિમા વાડજ, સોલા, દરિયાપુર જમાલપુરમા ચોરીની ઘટના બની છે.