Western Times News

Gujarati News

અમદાવાદ શહેરમાં તહેવારોને અનુલક્ષીને હથિયારબંધી

આગામી દિવસોમાં વિવિધ તહેવારોની ઉજવણી થનાર હોઇ આ તહેવારો જાહેર શાંતિ અને સલામતી સાથે ઉજવાય તે જરૂરી છે તેને અનુલક્ષીને અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રીની હકુમત હેઠળના સમગ્ર વિસ્‍તારમાં ઉશ્‍કેરણીજનક કૃત્યો પરઅધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી પરિમલ પંડ્યાએ જાહેરનામાં દ્વારા પ્રતિબંધફરમાવ્યોછે.

અઢી ઇંચથી વધારે લાંબા ચપ્‍પા, શસ્‍ત્રો, દંડા,તલવાર, સોટી,બંદૂક, ખંજર, લાઠી કે અણીયાળા સાધનો રાખવા પર, પથ્‍થરો કે હાનિકારક સ્‍ફોટક પદાર્થો લઈ જવા, એકઠા કરવા કે અન્‍ય પર ફેંકવા પર શહેર પોલીસ કમિશ્નરશ્રી દ્વારા પ્રતિબંધ ફરમાવાયો છે. આ ઉપરાંત અધિકારીઓના અભિપ્રાય પ્રમાણે સુરૂચિ કે નિતીનો ભંગ થાય તેમજ રાજયની સલામતી જોખમાય તેવા ચેનચાળા, છટાદાર કે ઉશ્‍કેરણીજનક ભાષણો પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્‍યો છે.

આ હુકમ સરકારી કામગીરી કે ફરજ પર હોય અથવા હથિયાર પરવાનગીધારક કે અધિકારી તેમજ અશક્ત વ્‍યક્તિને લાકડી-લાઠી સાથે રાખવી જરૂરી હોય તેમને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.

આ પ્રતિબંધ સમગ્ર જિલ્લામાં 06-10-2021 સુધી અમલમાં રહેશે. આ આદેશનો ભંગ કરનાર શિક્ષાપાત્ર કરશે એમ જાહેરનામામાં ફરમાવાયું છે.

ચાર માણસોથી વધુ માણસો ભેગા થવા પર પ્રતિબંધ

જિલ્લામાં આગામી દિવસોમાં વિવિધ તહેવારોની ઉજવણી શાંતિ અને સલામતીપૂર્વક થાય તે સંદર્ભે અમદાવાદ જિલ્લામાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી ના હકુમત સિવાયના સમગ્ર વિસ્તારમાં રસ્‍તાઓ, રસ્‍તાઓની ફૂટપાથ, ગલીઓ અને પેટા ગલીઓમાં ચાર માણસોથી વધુ માણસો ભેગા થવા પર અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ શ્રી પી.બી.પંડ્યાએ પ્રતિબંધ ફરમાવ્‍યો છે.

જે માણસ સરકારી નોકરી અથવા કામગીરીમાં રોકાયેલ હોય તેમજ ધાર્મિક કે મરણોત્તર ક્રિયા અથવા તો તે અંગેની અધિકૃત સત્તાધિકારીની મંજૂરી મેળવી હોય તેવા સભા સરઘસોને આ હુકમ લાગુ પડશે નહીં. તા. 06-10-2021 સુધી અમલી આ આદેશનો ભંગ કરનાર શિક્ષાપાત્ર ઠરશે એમ જાહેરનામામાં જણાવ્‍યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.