અમદાવાદમાં દરેક વ્યક્તિ ફેફસામાં પ્રદૂષિત હવા ભરી રહ્યો છે
અમદાવાદ, તમે કદાચ જીવનમાં ક્યારેય સિગરેટને હાથ નહીં લગાવ્યો હોય પરંતુ જાે અમદાવાદમાં રહેતા હશો તો હવાનું પ્રદૂષણ જ એ હદનું છે કે ચેઇન સ્મોકર સમાન તમારા ફેફાસામાં દરરોજની અઢી સિગરેટનો ધુમાડો પધરાવી દે છે. જે વ્યસનીઓ ચાર દિવસમાં ૧૦ સિગરેટનું પેક પિતા હોય તેની સામે પ્રદૂષિત હવામાં ૨ દિવસ રહેવાથી જ એટલું પ્રદૂષણ ફેફસામાં ઠાલવવા સમાન છે.
આ અંગે બોપલ અને ગ્યાસપુરમાં ક્રમશઃ ૩૦ અને ૧૫૦ દિવસ સુધી મોનિટરિંગ સ્ટેશન પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં દર્શાયું કે બોપલમાં રહેતો વ્યક્તિ વાર્ષિક ધોરણે પ્રતિ દિવસ પાંચ સિગરેટ જેટલો ધુમાડો શ્વાસ વાટે લે છે તો ગ્યાસપુરમાં રહેતો વ્યક્તિ વાર્ષિક ધોરણે પ્રતિદિવસ ૩ સિગરેટ જેટલો ધુમાડો શ્વાસ વાટે લે છે.
પર્યાવરણીય ઇજનેરી અભ્યાસક્રમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું જૂથ @GujaratAQIBot ટિ્વટર હેન્ડલ ચલાવે છે જેમાં, જાહેર ડોમેનમાં ઉપલબ્ધ ડેટાના આધારે – મુખ્યત્વે ભારતીય હવામાનશાસ્ત્ર સંસ્થા, પુણે અને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા – એક બોટ હવાના પ્રદૂષણના સ્તરને દૈનિક સિગરેટ ફૂંકવાથી શરીરમાં જતા ધૂમાડાના એકમમાં રૂપાંતરિત કરે છે.
AhdUniના ગ્લોબલ સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એન્ડ એનર્જીના ભૂતપૂર્વ વિદ્યાર્થી રુદ્રદત્ત ઠાકરે જેઓ વિસ્કોન્સિન-મેડિસન યુનિવર્સિટીમાં વાતાવરણીય અને સમુદ્રી વિજ્ઞાનમાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે, જણાવ્યું હતું કે આ પહેલ તેમના સીનિયર અને પીએચડી કરી રહેલા સાગર રાઠોડ દ્વારા શરૂ કરવામાં આવી હતી.
ગણતરી એ સિદ્ધાંત પર આધારિત છે કે લગભગ ૨૨ માઇક્રોગ્રામ PM૨.૫ પ્રતિ ઘન મીટર એક સિગારેટની સમકક્ષ છે. તે વાયુ પ્રદૂષણની હદ અને સ્વાસ્થ્ય પર તેની અસરનો પરિપ્રેક્ષ્ય આપવા માટે વૈશ્વિક સ્તરે ઉપયોગમાં લેવાતી ગણતરી છે.” ઠાકરે જણાવ્યું હતું.
વિશ્લેષણ અમદાવાદના વિસ્તારો વચ્ચે મોટી અસમાનતા દર્શાવે છે. મે ૨૦૨૨ ના વિશ્લેષણમાં જાણવા મળ્યું કે બોપલ ખાતેના સ્ટેશને દરરોજ ૪.૭ સિગારેટની સમકક્ષ પ્રદૂષણ રેકોર્ડ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાયખાડ (૪) અને ચાંદખેડા (૩.૬) છે.SS1KP