Western Times News

Gujarati News

અમદાવાદ શહેરમાં બીઆરટીએસ-એમટીએસની બસો ચાલુ થતા મુસાફરો ખુશ

અમદાવાદ: અમદાવાદમાં કોરોનાના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનના પગલે બંધ કરવામાં આવેલી બીઆરટીએસ-એમટીએસ બસો ફરીથી શહેરના માર્ગો પર દોડવાનો આજથી પુનઃ પ્રારંભ થયો છે . ૮૨ દિવસ બાદ આજથી બીઆરટીએસ-એમટીએસ બસ શરૂ કરવામાં આવતા મુસાફરોમાં ખુશી ફેલાઇ છે. જાે કે મુસાફરી દરમિયાન કોવિડ નિયમોનું પાલન કરવું ફરજીયાત બનાવાયું છે. તંત્ર દ્વારા લોકોને જાગૃતિ બચવા માટે સલાહ આપવામાં આવી રહી છે.શહેરની બસોની સીટો પર સો.ડિસ્ટન્સ જાળવવા સ્ટીકર લગાવવામાં આવ્યા છે.

શહેરમાં કેસ ઓછા થયા બાદ વહીવટી તંત્રે રાજ્ય સરકાર સાથે વિચારણા કર્યા બાદ આ ર્નિણયો લીધા છે. જાેકે જે બસોને પરવાનગી મળી છે તે સવારે ૬ થી રાત્રે ૮ વાગ્યા સુધી સુધી દોડશે ફક્ત ૫૦ ટકા ક્ષમતા સાથે દોડશે.

અમદાવાદીઓ માટે રાહતના સમાચાર છે,કોરોના મહામારી ના કારણે સૌથી વધારે જાે કોઈ ક્ષેત્રને અસર પડી હોય તો તે પરિવહન ક્ષેત્ર છે.રાજ્યભરમાં નાના ગામડાઓ થી લઈ અને મહાનગરોમાં ઘણી બધી ખાનગી તેમજ સરકારી બસોને કોરોનાને કારણે બંધ કરવાનો વારો આવ્યો હતો.

અમદાવાદ બહોળા પ્રમાણમાં મધ્યમ વર્ગ રહે છે કે જેમની દૈનિક ક્રિયાઓ આ બસો દ્વારા શરૂ થતી હતી. પરંતુ કોરોના પર કાબૂ મેળવવા માટે લોકડાઉનનો ર્નિણય કરવામાં આવતા આ બસો બંધ કરવામાં આવી હતી.જેના પગલે આમ જનતામાં ભારે હાલાકી જાેવા મળી રહી હતી. જેનો હવે અંત આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.